તમારી કાળી પડી ગયેલી સ્કિનને આ ટિપ્સથી કરી દો એકદમ ગોરી-ગોરી - Sandesh
  • Home
  • Fashion & Beauty
  • તમારી કાળી પડી ગયેલી સ્કિનને આ ટિપ્સથી કરી દો એકદમ ગોરી-ગોરી

તમારી કાળી પડી ગયેલી સ્કિનને આ ટિપ્સથી કરી દો એકદમ ગોરી-ગોરી

 | 7:29 pm IST

આપણા ઘરમાં એવી અનેક સામગ્રી હોય છે જે સ્કિનને નિખારવાની સાથે હેલ્ધી રાખે અને ત્વચા પરના ડાઘને પણ દૂર કરે છે, તો ચહેરાને બેદાગ રાખતા એન્ટિ ફેસપેક વિશેની થોડી સરળ ટિપ્સ સમજી લઈએ

– એન્ટિ ટેન ફેસપેક લગાવતા પહેલાં તલના તેલથી ચહેરા પર મસાજ કરી લો. ત્યારબાદ ચહેરાને ધોઈ લો અને પછી બેસનમાં ચપટી હળદર અને દહીં ઉમેરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને અડધા કલાક બાદ ધોઈ લો. વીકમાં એક વખત આ પ્રયોગ કરવાથી સારું રિઝલ્ટ મળશે.

– સ્કિન કાળી પડી ગઈ હોય તો હૂંફાળા દૂધમાં કેસરના થોડા તાંતણા ઉમેરો અને દૂધ ઠંડુ પડી ગયા બાદ કોટન વડે તેને ચહેરા પર લગાવો. સુકાઈ ગયા બાદ ચહેરાને ધોઈ લો. નિયમિત આ પ્રયોગ કરવાથી ચહેરાની કાળાશ દૂર થાય છે.

– કાકડી અને પપૈયાના પલ્પમાં દહીં, લીંબુનો રસ ઉમેરીને ફેસપેક બનાવી લો. આ ફેસપેકને ગરદન અને ચહેરા પર વીકમાં બે વખત લગાવો અને અડધા કલાક બાદ ચહેરાને ધોઈ લો.

– જો તમારી સ્કિન ઓઇલી હોય તો મુલતાની માટીમાં લીંબુનો રસ, ગુલાબજળ મિક્સ કરીને ફેસપેક બનાવો. આ ફેસપેકને ચહેરા પર લગાવો અને સુકાઈ ગયા બાદ ચહેરાને ધોઈ લો. જો આ પ્રયોગ વીકમાં બે વખત નિયમિત કરવામાં આવે તો ચહેરા પરના ડાઘ દૂર થશે અને સ્કિન બેદાગ બનશે.

– બદામને પીસીને તેમાં દહીં ઉમેરી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો. પંદર મિનિટ બાદ સર્કલ મૂવમેન્ટ સાથે સ્ક્રબ કરીને પેસ્ટને કાઢી લો અને સાદા પાણીથી ચહેરાને ધોઈ લો. ત્યારબાદ ચોખાના લોટમાં દહીં ઉમેરીને પેસ્ટ બનાવી લો તેનો સ્ક્રબ તરીકે ઉપયોગ કરો. ઓઇલી સ્કિન માટે આ પ્રયોગ સારું રિઝલ્ટ આપે છે.

– અડધો કપ સૂકા લીંબુના પાઉડરમાં ઠંડું દૂધ અથવા ઠંડું દહીં ઉમેરી પેસ્ટ બનાવી લો. દરરોજ વીસ મિનિટ ચહેરા પર લગાવો. ઓઇલીનેસ દૂર થવાની સાથે ખીલના ડાઘ પણ દૂર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન