તરસાડી પાલિકામાં પ્રમુખ પદે પ્રફુલ પટેલ નિમાયા - Sandesh
  • Home
  • Baroda
  • તરસાડી પાલિકામાં પ્રમુખ પદે પ્રફુલ પટેલ નિમાયા

તરસાડી પાલિકામાં પ્રમુખ પદે પ્રફુલ પટેલ નિમાયા

 | 2:03 am IST

ચેતના મનાણી ઉપ પ્રમુખ પદે બિનહરિફ

ા કોસંબા ા

સુરત જિલ્લાની તરસાડી નગર પાલિકાની ત્રીજી વખતની ચૂંટણીના પાંચ વર્ષના સમયગાળામાં અઢી વર્ષની ટર્મ માટે તરસાડી નગરપાલિકા ખાતે પ્રાંત અધિકારીની હાજરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. જેમાં પ્રફુલ પટેલ ની પ્રમુખ પદે અને ચેતનાબેન મનાણીની ઉપ પ્રમુખ પદે વરણી થઇ હતી.

તરસાડી નગરપાલિકા બન્યા બાદ તરસાડી નગરની યોજાયેલી બીજી ચૂંટણીમાં પ્રમુખ દેવેન્દ્રસિંહ ચૌહાણની અઢી વર્ષની ટર્મ પુરી થયા બાદ પ્રમુખની બેઠક બક્ષીપંચના ઉમેદવાર માટે અનામત હોય આગામી અઢી વર્ષની ટર્મ માટે તરસાડી નગરપાલિકા ખાતે માંડવી પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. જેમાં બીજેપીના પ્રજેશમાંથી જિલ્લા ભાજપના મંત્રી રોહત પટેલ મેન્ડેટ લઇને આવ્યા હતા. જેમાં કોર્પોરેટર પ્રફુલભાઇ પટેલની પ્રમુખ તરીકેની દરખાસ્ત વર્તમાન પ્રમુખ દેવેન્દ્રસિંહ ચૌહાણે કરી હતી. જેને શાસકપક્ષના નેતા મોહનભાઇ દેસાઇએ ટેકો આપ્યો હતો. જ્યારે ઉપ પ્રમુખ તરીકેની દરખાસ્ત નગરપાલિકાના કોર્પોરેટર રંજનબેન કટારિયાએ ચેતનાબેન મનાણીના નામની દરખાસ્ત મુક્તા કોર્પોરેટર મીનાબેન શાહે ટેકો આપ્યો હતો.આમ પ્રફુલભાઇ પટેલને પ્રમુખ તરીકે અને ચેતનાબેન મનાણીને ઉપપ્રમુખ પદે બિનહરિફ જાહેર કર્યા હતા.

;