તલાસરીની પરિણીતા સાથે દુષ્કર્મ આચરી કારચાલકે ફોટા પાડી લીધા - Sandesh
  • Home
  • Newspaper
  • તલાસરીની પરિણીતા સાથે દુષ્કર્મ આચરી કારચાલકે ફોટા પાડી લીધા

તલાસરીની પરિણીતા સાથે દુષ્કર્મ આચરી કારચાલકે ફોટા પાડી લીધા

 | 3:30 am IST

  • મહિલા પર ફરી ફોન આવતા આરોપીનું પગેરું મળી ગયું

ા ઉમરગામ ા
તલાસરીની પરિણીત મહિલા કામદાર સાથે ઈકો ગાડીના ચાલક દ્વારા  ભીલાડ ખાતે દુષ્કર્મ આચરી ફોટા પાડી લઈ ધાકધમકી અપાયાની  ફરિયાદ થઈ છે.
મહારાષ્ટ્રના તલાસરી તાલુકાના ઉપલાટ ખાતે રહેતી એક ૨૬ વર્ષીય પરિણીત મહિલા ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત માર્ચ મહિનામાં કંપનીમાં રજા હતી, પરંતુ સીવણ ક્લાસ ચાલુ હોય આ મહિલા સવારે ઈકો ગાડીમાં આવી હતી. ત્યારે ઈકો ગાડીના ચાલક પ્રભુ સનવાર (રહે. ઉપલેટ, સનવારપાડા, તાલુકા તલાસરી)એ આ મહિલાનેે ભીલાડમાં સીવણ ક્લાસ આગળ નહિ ઉતારીને ભીલાડ હાઈવે આરટીઓ ચેકપોસ્ટથી આગળ એકાંતવાળી જગ્યાએ લઈ જઈ તું મને ગમે છે, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું, એવું કહી ગાડીમાં જ બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી તેણીના ફોટા પાડી લઈ આ વાત કોઈને પણ કરી તો જોઈ લેવાની ધમકી આપી હતી. ત્યારબાદ સવારે દસેક વાગ્યાના અરસામાં તેણીને તે ભીલાડ છોડી નાસી ગયો હતો. ત્યારે જૂન મહિનામાં ઉપરોક્ત મહિલાને ઇકોચાલકનો ફરી ફોન આવતા તેણીએ સમગ્ર હકીકત તેના પતિને કરી હતી. જે બાદ તેના પતિ અને ઇકો કારના ચાલક પ્રભુ વચ્ચે ઝઘડો થતા મહિલાએ કીડી મારવાનો પાવડર પી લેતા તેની તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. તબિયત સુધારા પર આવતા આ બનાવ સંદર્ભે તેણીએ ભીલાડ પોલીસ સ્ટેશનમાં ઇકો કારચાલક પ્રભુ સનવાર વિરુદ્ધ ફ્રિયાદ નોંધાવી હતી. ભીલાડ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા
મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન