તલોધનો શખ્સ બે મોપેડ અને મોટરસાઈકલ સાથે પકડાયો - Sandesh
  • Home
  • Newspaper
  • તલોધનો શખ્સ બે મોપેડ અને મોટરસાઈકલ સાથે પકડાયો

તલોધનો શખ્સ બે મોપેડ અને મોટરસાઈકલ સાથે પકડાયો

 | 3:00 am IST

  • કેળકચ્છ-ડુંગરીની બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો
    ા બીલીમોરા ા
    બીલીમોરા પોલીસે મૂળ રાજકોટના અને હાલ તલોધ ખાતે રહેતા ઇસમને પકડી પાડી રૂ.૧,૦૫,૦૦૦ ના ત્રણ દ્વિચક્રી વાહનો સાથે પકડી પાડયો હતો.
    બીલીમોરા એમ.જી.રોડ તરફથી ખાડા માર્કેટ તરફ લીલા કલરની ટી-શર્ટ અને ગ્રે કલરનો પેન્ટ પહેરેલ શખ્સ ચોરીની સફેદ કલરની એક્ટિવા મોપેડ (નં.જીજે-૨૧-બીએફ-૩૫૨૫) લઇને આવનાર હોવાની બાતીમીને આધારે પોલીસે માર્કેટ તેમજ એસ.વી.પટેલ રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળો ઇસમ નંબરવાળી મોપેડ લઇને આવતાં તેને રોકી તેનું નામઠામ પૂછતાં તેણે તેનું નામ ભરત ઉર્ફે રાહુલ રમેશ જોરા, (ઉ.વ.૩૧, રહે.સિંગલ ફળિયા, સુરેશભાઇ પાટિલના રૂમમાં ભાડેથી, તલોધ)હોવાનું અને મૂળ રાજારામ સોસાયટી, જયમાતાજી ડેરીની બાજુમાં, સંતકબીર રોડ, રાજકોટનો હોવાનું જણાવ્યું હતું, જેની પાસેથી મળી આવેલી એક્ટિવા મોપેડ મો.સા. (જીજે-૨૧-બીએફ-૩૫૨૫) કિં. રૂ.૩૦ હજારની કબજે લઇ પોલીસે આરોપીનો કોરોના વાઈરસ ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ નેગેટિવ આવતાં તેની તા. ૪ના રોજ અટક કરી ગણદેવી કોર્ટમાં રજૂ કરી તા.૭ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા, આરોપીની તપાસ અને પૂછપરછ દરમિયાન તેણે તા. ૧૭-૬ના રોજ કેળકચ્છ, તા.વાંસદાથી ચોકલેટ કલરની હોન્ડા એક્ટિવા (નં.જીજે-૨૧-બીજી-૭૮૧૧) ચોરી કર્યાની કબૂલાત કરી હતી. તેમજ અઢી મહિના પહેલાં ડુંગરી, તા. જિ. વલસાડ ખાતેથી હીરો સ્પ્લેન્ડર મો.સા. (નં.જીજે-૧૫-એબી-૪૦૭૭) ચોરી કરી વંકાલ ગામે ઝાડીઝાંખરમાં સંતાડી રાખી હોવાનું જણાવ્યું હતુ. પોલીસે ૩ બાઈક કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;