તળાજામાં દલિત સમાજની રેલી ઃ સુત્રોચ્ચાર-આવેદન - Sandesh
  • Home
  • Bhavnagar
  • તળાજામાં દલિત સમાજની રેલી ઃ સુત્રોચ્ચાર-આવેદન

તળાજામાં દલિત સમાજની રેલી ઃ સુત્રોચ્ચાર-આવેદન

 | 10:20 pm IST

(સંદેશ બ્યુરો)    તળાજા તા. ર૦
ઊના પંથકમાં દલિત યુવાન પર થયેલ અત્યાચારના પગલે ભાવનગર સહિત ગુજરાત બંધનુ એલાન દલિત સમાજ દ્વાર આપવામાં આવ્યુ હતુ, જેના ભાગરૃપે આજે બુધવારે તળાજામાં દલિત યુવાનોએ રેલી કાઢી સુત્રોચ્ચાર કર્યા હતા તેમજ આવેદન પત્ર પાઠવ્યુ હતું.   
તળાજા શહેરમાં દલિત સમાજના લોકો દ્વારા રેલી કાઢી મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ હતું. દલિત સમાજના લોકોએ સુત્રોચ્ચાર કરી ધરણા કર્યા હતા અને ઉનામાં બનેલા બનાવ અંગે ભારે રોષ વ્યકત કર્યાે હતો પરંતુ તળાજામાં બંધની કોઈ અસર જોવા મળી ન હતી. તળાજા શહેરમાં બજાર, શાળા-કોલેજ વગેરે ખુલ્લુ રહ્યુ હતું. દલિત સમાજે હાઈ-વે ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યાે હતો પરંતુ પોલીસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવતા અનિચ્છીનીય બનાવ બન્યો ન હતો. આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ આવેદન પત્ર પાઠવ્યુ હતું.