તળાજામાં પ્લાસ્ટિકના વેપારીઓ પર નગરપાલિકા તંત્રની તવાઈ - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • તળાજામાં પ્લાસ્ટિકના વેપારીઓ પર નગરપાલિકા તંત્રની તવાઈ

તળાજામાં પ્લાસ્ટિકના વેપારીઓ પર નગરપાલિકા તંત્રની તવાઈ

 | 1:33 am IST

(સંદેશ બ્યુરો)          તળાજા, તા.૧૩

તળાજા નગરપાલિકા દ્વારા હલકી ગુણવત્તાના ઝબલા, પ્લાસ્ટીક કપ વાપરવા પર પ્રતિબંધ મૂક્યાની જાહેરાત કરી હોવા છતા નગરમાં બેફામ ઉપયોગ થાય છે. જેને લઈ આજે પાલિકાએ લાલ આંખ કરી હતી.

વોર્ડ ઈન્સપેક્ટર પથુભા વાળાએ જણાવ્યુ હતુ કે, ચિફ ઓફીસર વાસિયાની સૂચનાથી નબળી ગુણવતાના પ્લાસ્ટીકના ઝબલા વાપરવા વાળા પર તપાસ કરી ત્રણ કિલો ઝબલા કબજે લઈ રૃ.૧૫૦૦નો રોકડ દંડ ફટકાર્યો હતો.

નોંધનિય છે કે, તળાજામાંથી તંત્ર ધારેતો એક ખટારો ભરીને ચામાં વપરાતા પ્લાસ્ટીકના કપ, હલકી ગુણવતાના પ્લાસ્ટીકના ગ્લાસ, અને પ્લાસ્ટિકના ઝબલા મળી આવે તેમ છે. અહીં પાલિકામાં વર્ષોથી સ્થાનિક કર્મચારીઓ ફરજ બજાવતા હોઈ સરકારના કાયદાનું કડક હાથે પાલડી કરાવવામાં અને દંડનીય કાર્યવાહી કરવામાં શરમ અનુભવતા હોય છે. ઉપર લેવલની કચેરી દ્વારા સખત હાથે કામ લેવા થતો જ પ્રતિબંધીત પ્લાસ્ટીકના ઉપયોગ સામે રોક લગાવી શકાય તેમ છે.

;