તળાજા નગરપાલિકાની બજેટ બેઠકમાં કોંગ્રેસની પાંખી ઉપસ્થિતિ વચ્ચે પૂરાંતલક્ષી બજેટ બહુમતીથી મંજુર - Sandesh
  • Home
  • Bhavnagar
  • તળાજા નગરપાલિકાની બજેટ બેઠકમાં કોંગ્રેસની પાંખી ઉપસ્થિતિ વચ્ચે પૂરાંતલક્ષી બજેટ બહુમતીથી મંજુર

તળાજા નગરપાલિકાની બજેટ બેઠકમાં કોંગ્રેસની પાંખી ઉપસ્થિતિ વચ્ચે પૂરાંતલક્ષી બજેટ બહુમતીથી મંજુર

 | 3:12 am IST

ા તળાજા (સંદેશબ્યુરો ) ા

તળાજા નગરપાલિકાના સભાખંડમાં આજે પાલિકા અધ્યક્ષએ બોલાવેલ બજેટ બેઠક મતદાન કરી બહુમતી મેળવી પૂરાંત લક્ષી બજેટ સભામાં મંજુર કરવામાં આવ્યું હતું. વિપક્ષે બેસેલ કોંગ્રેસના મોટાભાગના નગરસેવકો ગેરહાજર રહ્યા હતા.

તળાજા નગરપાલિકાનો જંગ ભાજપ કોંગ્રેસ વચ્ચે બરાબર જામ્યો હતો.પરિણામ બાદ પણ કોંગ્રેસ ના પ્રારંભિક સામાન્ય સભામાં આક્રમક તેવર અને અંદાઝ જોવા મળ્યા હતા.પરંતુ આજની બજેટ બેઠકમાં કોંગ્રેસના તેવર ઓગળી ગયા હોય તેવું મળ્યુ હતુ.

પાલિકા અધ્યક્ષ દક્ષાબા સરવૈયાએ સભામાં રજૂ કરેલ બજેટનો સોયબખાન પઠાણે વિરોધ નોંધાવી ચર્ચા બાદ મતદાન કરાવતા ભાજપના પંદર વિરુદ્ધ કોંગ્રેસના માત્ર બે જ મતો સાથે ૫,૫૩,૫૭,૩૮૮/-ની પૂરાંત સાથેનું બજેટ મંજુર કરવામાં આવ્યૂ હતું.

ચીફ્ ઓફ્સિર એન.બી.મુનિયા ના માર્ગદર્શન હેઠળ ધીમંતભાઈ ભટ્ટએ માહિતી આપી હતી કે, એકપણ નવા કરવેરા નાખવામાં આવ્યા નથી. સરકારની વિવિધ ગ્રાંટમાંથી આગામી દિવસોમાં નવા સીસીરોડ, ડામર રોડ,પેવર બ્લોક,સ્મશાન ડેવલપમેન્ટ, નવો કોમયૂનિટી હોલ,નવા શોપિંગ સેન્ટર વિગેરે વિકાસ ના કામ માટે ૨૨,૮૦,૦૯,૦૦૦/- અંદાજેલ છે.

બજેટ બેઠક પૂર્ણ થયા બાદ સફઈ કામદારો જે હડતાળ પર ગયા હોય તેમને સંભળવામાં આવ્યા હતા. જેમાં સમાધાન થતા આવતીકાલથી બે દિવસ થી ઠપ થયેલ સફઈ શરૃ થઈ જશે તેમ ચિફ્ ઓફ્સિર એન.બી.મુનિયાએ જણાવ્યું હતું.

કોંગ્રેસના નગરસેવકોમાં સંકલનનો અભાવ

બજેટ બેઠકમાં નગરના હિત માટે સામુહિક રીતે શાસકો પર પસ્તાળ પાડવા કે પ્રશ્નોતરી કરવા માટે કોંગ્રેસ કોઈ સંકલન બેઠક બોલાવવામાં આવી ન હતી. કોંગ્રેસના બે જ નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. વિપક્ષ નેતા ખુદ ગેરહાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન