તળાજા નજીકનો શેત્રુંજીનદી પરનો પુલ રાહદારીઓ માટે જોખમી બન્યો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • તળાજા નજીકનો શેત્રુંજીનદી પરનો પુલ રાહદારીઓ માટે જોખમી બન્યો

તળાજા નજીકનો શેત્રુંજીનદી પરનો પુલ રાહદારીઓ માટે જોખમી બન્યો

 | 4:03 am IST
  • Share

ા તળાજા (સંદેશ-બ્યુરો)-ા

ફ્ૂલ ગાલબી વિકાસની સતત ભાજપ સાશકોની વાતો અને વાસ્તવિકતા મા ઘણું અંતર છે. તળાજા શહેર અથવા તો તાલુકા ભાજપ ના એકપણ આગેવાન કાર્યકરો પોતાની સરકાર માં લોકોની દુવિધાઓ દૂર કરો તેમ ખોંખારો ખાઈ ને કહી શકતા નથી.જેનો તાજો નમૂનો છે તળાજા નજીક નો શેત્રુંજી નદી પર નો ખખડધજ પુલ અને પુલ ની તૂટેલી દીવાલ મોટા અકસ્માત ને નોતરું આપે છે.

સોમનાથ મંદિરએ પ્રવાસીઓ આવે તે માટે કરોડો રૃપિયા ના ખર્ચે જાહેરાત કરવામાં પાવધરી સરકાર ભાવનગર સોમનાથ હાઇવે ને જોડતા શેત્રુંજી પુલ ને લઈ દુર્લક્ષતા સેવી રહી છે. પુલપરથી વાહન પસાર કરતી વખતે સતત ભય રહ્યા કરે છે.આખાય પુલ માં મોટા ખડાઓ પડયાછે.તેને લઈ એક સતત ધૂળ ની ડમરીઓ ઉડે છે.બિજી તરફ્ પુલ પરથી નદી માં રાહદારીઓ પડી ન જાય તે માટે સંરક્ષણ દીવાલ કરવામાં આવી છે તેનો પણ કેટલોક ભાગ કેટલાય દિવસ થી તૂટી ગયો છે. તાત્કાલિક કામ કરવાના બદલે કોઈ મોટી જાનહાનીની નેશનલ ઓથોરીટી તંત્ર રાહ જોઈ ને બેઠું હોય તેમ કામ કહી શકાય કે ઠપ્પ થઈને પડયું છે. બાજુમાં નવો પુલ મોટાભાગે તૈયાર થઈ ગયો છે.પરંતુ જવાબદાર તંત્ર પુલ પર વાહનો ચાલે તે માટે જરૃરું થોડું કામ કરવામાં આળસ દાખવી રહયુ છે.બાઈક ચાલકથી લઈ લકઝરી કે મોટા ટોરસ વાહનના ચાલક થી સહેજ પણ ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવે તો વાહન સીધ ુજ નદીમાં ખાબકે તેમ છે.આથી રાહદારીઓની લાગણી છેકે પુલ પરના ખાડાઓ અને રક્ષણ આપતી દીવાલ બંનેની મરામત થાય તે જરૃરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો