તળાજા ભાજપમાં ચૂંટણી પહેલા ટિકિટ મેળવવા માટે જંગ ખેલાયો - Sandesh
NIFTY 10,421.40 +194.55  |  SENSEX 33,917.94 +610.80  |  USD 65.0350 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • તળાજા ભાજપમાં ચૂંટણી પહેલા ટિકિટ મેળવવા માટે જંગ ખેલાયો

તળાજા ભાજપમાં ચૂંટણી પહેલા ટિકિટ મેળવવા માટે જંગ ખેલાયો

 | 2:00 am IST

(સંદેશ બ્યુરો)          તળાજા, તા.૯

તળાજા નગરપાલિકાના ચૂંટણી જંગને લઈ પ્રદેશ ભાજપ પણ ચિંતીત બન્યુ છે. જેના કારણે પ્રદેશ સંગઠનના મહામંત્રી તળાજા ખાતે દોડી આવ્યા હતા. કાર્યકર્તાઓ, હોદ્દેદારોની પાંખી હાજરી વચ્ચે તેમણે સ્પષ્ટ ચિમકી ઉચ્ચારી હતી કે પેનલ તોડીને જીતી જનારને મહત્વનું સ્થાન આપવામાં નહીં આવે. પક્ષ સાથે ગદ્દારી કરનારને હાંકી કાઢવાની વાત પોકળ સાબીત થયેલ જોવા મળે છે ત્યારે હવે સવાલ એ છેકે પ્રદેશ આગેવાનની આ ચિમકી માનવામાં આવશે ખરા ! ટીકીટ ફાળવણીમાં જે વ્યક્તિઓને અન્યાય થયો હોવાની લાગણી અનુભવતા હોઈ તેઓએ પોતાની લાગણી અને બળાપો બેને આગેવાનો સમક્ષ ઠાલવ્યા હતા.

પ્રતિષ્ઠાના જંગ સમી તળાજા નગર પાલિકાની ચૂંટણી બની છે. મતદારો વચ્ચે જઈ બહુમત મેળવવાના જંગ પહેલા જ ખાસ કરીને ભાજપમાં ટીકીટ મેળવવાનો જંગ કોંગ્રેસ કરતા વધારે ખેલાયો. એવી-એવી રાજકીય રમતો રમવામાં આવી કે સિંધી જ પ્રતિષ્ઠા પર ઘા કરવામાં આવ્યો. જેના કારણે વ્યક્તિગત નારાજગીના બદલે તળાજાની નારાજગી જોવા મળી ? આ બધી વાતો વચ્ચે તળાજા ખાતે ભાજપના પ્રદેશ કક્ષાના મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા અને જીલ્લાના આગેવાનોએ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પંચાસેક વ્યક્તિઓ માંડ હાજર રહ્યા હતા.સૂત્રોના કહેવા પ્રમાણે જે હાજરી જોવા મળીને ખૂબજ ઓછી હાજરી કહેવાય ! વર્તમાન નગર સેવકો અને ટીકીટ આપી છે તે નગર સેવકોની સંખ્યા જ હાજર રહેલા લોકો જેટલી થઈ જાય છે. ઉપરાંત સેલ-મોરચા, અને અન્ય સંગઠનના હોદ્દેદારો, સહીત એકસોથી વધારે સંખ્યા હોવી જોઈએ તેમ જાણકારોનું કહેવું છે.   ભાજપ વર્તુળના જણાવ્યા પ્રમાણે અહીં ક્રોસ વોટીંગની શક્યતાના કારણે પ્રદેશ મહામંત્રીએ સ્પષ્ટ ચિમકી આપી હતી કે જે વ્યક્તિ પેનલ તોડીને વિજેતા બનશે તેને મહત્વનો હોદ્દો આપવામાં આવશે નહી મહામંત્રીના આ વાક્યને લઈ ગણગણાટ એવો શરૃ થયો છે કે ગત ચૂંટણીઓ અને તાજેતરની ચૂંટણી ગઈ તેમાં કોણે શુ ભૂમિકા ભજવી છે કોણે ગદ્દારી કરી છે તેની સાથે કેવો વ્યવહાર થયો છે તે નજર સમક્ષ છે.

;