તળાજા-મહુવામા અડધો ઈંચ ભાવનગરમા ઝરમર વરસાદ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • તળાજા-મહુવામા અડધો ઈંચ ભાવનગરમા ઝરમર વરસાદ

તળાજા-મહુવામા અડધો ઈંચ ભાવનગરમા ઝરમર વરસાદ

 | 4:15 am IST

ા ભાવનગર (સંદેશાપ્રતિનિધિ)ાા

સૌરાષ્ટ્રમા મેઘરાજાએ રૌદ્ર સ્વરૃપ ધારણ કરીને જળ બંબાકાર સર્જી દિધો છે ત્યારે ભાવનગરમા બે દિવસમા ચાર ઈંચ કરતા વધારે મેઘકૃપા બાદ મંગળવારે હળવા ઝાપટા વરસ્યા હતા. ભાદરવાના વરસાદના કારણે ગોહિલવાડમા મહંદઅંશે પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે. ઉપરવાસના વરસાદના કારણે પાલિતાણા નજીક આવેલો શેત્રુંજી ડેમ ઓવર ફ્લો થતા તેના તમામ દરવાજા એક ફૂટ સુધી ખોલવા પડયા હતા. મંગળવારે ભાવનગરના ૩ તાલુકામા મેઘવિરામ રહ્યો હતો.

મંગળવારે ભાવનગરના ૭ તાલુકામા હળવા-ભારે ઝાપટા સ્વરૃપે વરસાદે હાજરી પુરાવી હતી. જેમા તળાજામા ૧૫ મિ.મિ., મહુવામા ૧૦ મિ.મિ. જ્યારે જેસર, સિહોર, ઘોઘા, પાલિતાણા, ભાવનગરમા ધીમીધારે ઝરમર વરસાદ વરસ્યો હતો. ઉમરાળા,વલભીપુર, ગારિયાધારમા વિરામ રહ્યો હતો. જો કે, ધારી, ગીર તરફના ઉપરવાસના વરસાદના પગલે ભાવનગરના જિવાદોરી સમાન શેત્રુંજી ડેમ સીઝનમા બીજી વખત ઓવર ફ્લો થયો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;