તળાજા શહેર અને પંથકમાં ઝરમરથી એક ઈંચ વરસાદ - Sandesh
  • Home
  • Bhavnagar
  • તળાજા શહેર અને પંથકમાં ઝરમરથી એક ઈંચ વરસાદ

તળાજા શહેર અને પંથકમાં ઝરમરથી એક ઈંચ વરસાદ

 | 12:08 am IST

(સંદેશ બ્યુરો) તળાજા, તા.ર૦

તળાજા શહેર અને પંથકમાં આજે બપોર બાદ ક્યાંક ઝરમર સ્વરૃપે તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી ગયો હતો. શહેરમાં અંદાજીત એક ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે દાઠા, પિથલપૂર, ત્રાપજ અને અલંગમાં પણ વરસાદના સારા વાવડ જાણવા મળ્યા હતાં.

તળાજા શહેરમાં પખવાડીયુ મેઘરાજાએ હાથતાળી આપ્યા બાદ આજે બપોરના અઢી વાગ્યાના સુમારે મૂશળધાર કહી શકાય તે પ્રકારે સરવડુ વરસી ગયુ હતું. બાદમાં વાતાવરણમાં ફરી ઉઘાડ નિકળ્યો હતો. પરંતુ સાંજન છ વાગ્યાથી ધીમી ગતીએ વરસાદે ફરી આગમન કર્યુ હતું. જે રાત્રીના આઠ વાગ્યે પણ અવિરત વરસાદ વરસતો રહ્યો હતો. જેના પગલે શિવાજીનગર જવાના રસ્તા પર ગોઠણ સમા પાણી ભરાયા હતા. પંદર મી.મી. વરસાદ નોંધાયો હોવાનું જણાવ્યુ હતું. શહેરમાં બપોરના મુશળધાર સરવડા થી લઈ મોડી રાત્રી સુધીમાં એક ઈંચ વરસાદ વરસી ગયાનો અંદાજ છે.

ગ્રામ્ય વિસ્તારમાંથી મળતા સમાચારોમાં દાઠા, બોરડા, અલંગ, ત્રાપજ વિસ્તારમાં ઝરમરથી અડધો ઈંચ વરસાદ છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી તળાજાના ગામડાઓમાં ઝરમરથી લઈ પાણમે વરસતા ખેડૂતોમાં ખુશહાલી છે.

જો કે, હજુ કુવાના તળ ઉંચા ન આવતા, શેત્રુજી જળાશયની સપાટી ન વધતા વરસ કેવુ જશે તેની ચિંતા સૌ કોઈને કોરી ખાય છે.