તવેરા ગાડીએ બે બાઈક અડફેટમાં લેતા એક યુવક અને યુવતીનું મોત - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • તવેરા ગાડીએ બે બાઈક અડફેટમાં લેતા એક યુવક અને યુવતીનું મોત

તવેરા ગાડીએ બે બાઈક અડફેટમાં લેતા એક યુવક અને યુવતીનું મોત

 | 2:45 am IST

તિલકવાડાના નવાપુરા બસ સ્ટેન્ડ નજીક

અન્ય એક મહિલાને ઇજા થતાં સારવાર હેઠળ ઃ તવેરા ચાલક નાસી છૂટયો

। વડિયા ।

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલા નવાપુરા ગામના વર્ષ સ્ટેન્ડ પાસે સવારે એક તવેરા ગાડીએ બે બાઇકોને અડફ્ટમાં લઈ અકસ્માત કરતા એક યુવાન અને યુવતીનું મોત નીપજ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે નવાપુરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પુરપાટ પસાર થતી તવેરા ગાડી નં.જીજે.૦૬. એચડી. ૮૩૬૫ એ મો.સા. ન.જીજે.૧. એમ. ૯૪૨૨ તથા એક્ટીવા સ્કુટર નં.જીજે.૨૨.એન.૧૬૦૩ ને અડફ્ેટમાં લઇ રોડ ઉપર પાડી દઇ મો.સા. સવાર ધરમવીરસિંહ વિક્રમસિંહ સુર્યવંશી ઉ.વ .૨૫ રહે.ગોકુળ નગર ,છત્ર વીલાસ, રાજપીપળા ને ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી તથા એકટીવા સ્કુટર સવાર ઉન્નતીબેન અરવિંદભાઇ ભીખાભાઇ સોની ઉ.વ .૨૭ રહે.સોનીવાડ, રાજપીપળાને ઇજાઓ થતા મોત થયા હતાં. જ્યારે મો.સા.સવાર મીડ.ીરસિંહ જશવંતસિંહ કઠવાડીયા રહે – રાજપીપળા તથા એક્ટીવા સ્કુટર સવાર પૈકી એક મહીલાને ઓછીવત્તી ઇજાઓ કરી પોતાની તવેરા ગાડી મુકી નાશી જઇ ગુનો કરતા એમ.બી.વસાવા પીએસઆઇ તિલકવાડા પોલીસ સ્ટેશન નાઓ એ તપાસ હાથ ધરી છે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;