તાંદલજા ગામે સીસીરોડ પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત - Sandesh
  • Home
  • Baroda
  • તાંદલજા ગામે સીસીરોડ પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત

તાંદલજા ગામે સીસીરોડ પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત

 | 3:21 am IST

 

પાણીના ટેન્કર માટે ‘ ૧.૨૫ લાખ અપાશે

ા જબુગામ ા

બોડેલી તાલુકાના તાંદલજા જુથ ગ્રામ પંચાયતમાં ધારાસભ્ય અભેસિંહ તડવીએ પ્રજાહીતના કાર્યોમાં ગોવિંદપુરાથી બારીયા સુધી સીસીરોડ બે લાખ રૃપિયા અને રાવપુરા ખાતે આંગણવાડીમાં પાંચ લાખ રૃપિયાના પેવર બ્લોકના કામનું ખાતમુર્હુત કર્યું હતું. આ કાર્યક્રમમાં બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ જગદિશભાઇ બારીયા ભાજપા જિલ્લા મંત્રી શિવ મહારાઉલ ભાજપા મહામંત્રી પરિમલ પટેલ, તાંદલજાના સરપંચ ઈશ્વરભાઇ તડવી ઉપસરપંચ જનકભાઇ પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા.   આ વિસ્તારના ધારાસભ્યએ ગ્રામજનોને જણાવતા કહ્યું કે તાંદલજા ગામના વિકાસ માટે ભાજપા કટીબધ્ધ છે. આ ગામને પ્રવાસન વિભાગમાંથી સરકારે મંજૂરી આપી કરોડો રૃપિયાના ખર્ચે તળાવનું બ્યુટીફિકેશન કરવામાં આવી રહ્યું છે. ધારાસભ્ય એ વધુમાં જણાવ્યું કે આ ગામના તળાવનું કામ ખોરંભે પડી ગયું હતું. જેથી રૃબરૃમાં મંત્રી સાથે આ ગામની સુખાકારી વધે તેમાટે આવનારા દિવસોમાં પણ વિકાસ કામો કરવામાં આવશે. ધારાસભ્યે તેમની ગ્રાન્ટમાંથી પીવાના પાણીનું ટેન્કર ૧,૨૫,૦૦૦ રૃ.નું આપવાની જાહેરાત કરતા ગ્રામજનોએ તેમને તાળીઓથી વધાવી લીધા હતા. તાંદલજા ખાતે ખાતમુર્હુતના કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યે ગ્રામજનોના પ્રશ્નો સાંભળી તેને હલ કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું.

;