તાજપોર કેમિકલ ઈજનેરી વિભાગ ૯૧.૪૯ ટકા સાથે રાજ્યમાં પ્રથમ - Sandesh
  • Home
  • Surat
  • તાજપોર કેમિકલ ઈજનેરી વિભાગ ૯૧.૪૯ ટકા સાથે રાજ્યમાં પ્રથમ

તાજપોર કેમિકલ ઈજનેરી વિભાગ ૯૧.૪૯ ટકા સાથે રાજ્યમાં પ્રથમ

 | 8:40 pm IST

સુરત : બારડોલીની ડિપ્લોમા ઈજનેરી ક્ષેત્રે ખ્યાતનામ એવી એન.જી. પટેલ પોલિટેકનિકલના કેમિકલ ઈજનેરી વિભાગે હાલ મે-જૂનમાં જી.ટી.યુ. દ્વારા લેવાયેલી છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષામાં ૯૧.૪૯% પરિણામ મેળવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક હાસલ કર્યો છે. વિભાગના ત્રણ વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાએ જી.ટી.યુ. ટોપ ટેનમાં ક્રમાંક હાસલ કર્યો છે. જે પૈકી દાવડા દીપ (સીએચઃ ૯.૫૩) ચોથા ક્રમે, નાયક વિશાલ (સીએચઃ ૯.૩૬) પાંચમાં ક્રમે તથા વર્મા હિમાંશુ (સીએચઃ ૯.૨૧) નવમાં ક્રમે રહ્યા હતા. નાયક વિશાલે ૧૦ માંથી ૧૦ એસ.પી. આઈ. મેળવ્યા હતા. અત્યાર સુધીમાંએ વિભાગના કુલ ૨૪ વિદ્યાર્થીઓને રિલાયન્સ-હજીરા, એસ્સાર ઓઈલ- જામનગર, અદાણી પોર્ટ-હજીરા જેવી ખ્યાતનામ ઔધોગીક એકમોમાં કેમ્પસ ઈન્ટરવ્યૂ દ્વારા નોકરી મેળવવામાં ગયેલ સફળ થયા છે.