તાતા પાસેથી 4 સપ્તાહ માટે રૂ. 4.50ના ભાવે 430 લાખ યુનિટ વીજ ખરીદાશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gandhinagar
  • તાતા પાસેથી 4 સપ્તાહ માટે રૂ. 4.50ના ભાવે 430 લાખ યુનિટ વીજ ખરીદાશે

તાતા પાસેથી 4 સપ્તાહ માટે રૂ. 4.50ના ભાવે 430 લાખ યુનિટ વીજ ખરીદાશે

 | 4:51 am IST
  • Share

વીજ કટોકટીમાં ગુજરાત સરકારે PPA ઊંચે મૂકી દઈ નવો નિર્ણય કર્યો

ગુજરાત સરકારે અત્યારે કોલસાની કટોકટીની સ્થિતિમાં તેની કંપની જીયુવીએનએલ મારફતે તાતા જૂથની કંપની કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ પાસેથી 4 અઠવાડિયા માટે 1,800 મેગાવોટ યાને 430 લાખ યુનિટ વીજળી યુનિટદીઠ રૂ. 4.50ના ભાવે ખરીદવાનો નિર્ણય કર્યો છે. ઊર્જા વિભાગના સૂત્રો કહે છે કે, આ સ્પોટ ખરીદીનો નિર્ણય માત્ર કામચલાઉ છે, ચાર સપ્તાહમાં જો સ્થિતિ નોર્મલ નહીં થાય તો આ સોદાનો સમયગાળો  લંબાવવામાં આવશે.

કચ્છમાં મુન્દ્રા ખાતે તાતા જૂથની ઝ્રય્ઁન્ કંપનીના 800 મેગાવોટના એક એવા કુલ પાંચ વીજએકમો છે, જે પૈકી એક એકમ આજથી શરૂ થયું છે, જેમાંથી ધીમેધીમે આશરે 300 મેગાવોટ બુધવારે મળતી થઈ છે અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીજીપીએલએ બે-ત્રણ દિવસમાં પૂર્ણક્ષમતાએ તમામ પાંચે વીજએકમો કાર્યરત કરી રોજ 1,800 મેગાવોટ વીજળી ગુજરાતને આપવાનું કમિટમેન્ટ કર્યું છે. તાતા જૂથ ઇન્ડોનેશિયા ખાતે પોતાની માલિકીની કોલસા ખાણો ધરાવે છે, જ્યાંથી કોલસો લાવીને મુન્દ્રામાં ઉત્પાદન શરૂ  કરાયું છે. પ્રવર્તમાન કોલસાની કટોકટીમાં તાતા જૂથની કંપનીએ પણ મોટા લાભ લેવા માટે કોલસાનો ભાવ પોસાતો નહીં હોવાનું જણાવી ઘણા વખતથી મુન્દ્રામાં ઉત્પાદનમાં બંધ કર્યું હતું, આ કંપની સાથે 2008માં થયેલા પીપીએ મુજબ રૂ. 2.27ના ભાવે 1,800 મેગાવોટ વીજળી ગુજરાતને આપવા કંપની બંધાયેલી છે, પણ હાલ  એણે રાજ્ય ઉપર રૂ. 4.50ના ભાવે કામચલાઉ સમય માટે ખરીદવા દબાણ કર્યું છે.

ગુજરાત સરકાર પ્રવર્તમાન કટોકટીમાં પાવર એક્સ્ચેન્જ યાને આઇઇએક્સ પાસેથી છેલ્લા એક અઠવાડિયા કરતાં વધુ સમયથી રોજ સરેરાશ રૂ. 15ના ભાવે 1,000 લાખ યુનિટ યાને 4,500 મેગાવોટ જેટલી વીજળી ખરીદી રહી છે, જેમાં સ્પોટમાં રોજ રૂ. 150 કરોડ જેટલી જંગી રકમનું ચુકવણું થઈ રહ્યું છે. તાતા જૂથની કંપનીની વીજળી યુનિટે રૂ. 4.50ના ભાવે પડવાની હોઈ રાજ્ય સરકારને આમ જોતાં તો કરોડો રૂપિયાની બચત થશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો