તાલાલા-આંબળાશમાં ૪ ઈંચ વરસાદ, વિરપુર ગીરમાં વિજળી પડતા ૫ પશુના મોત - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • તાલાલા-આંબળાશમાં ૪ ઈંચ વરસાદ, વિરપુર ગીરમાં વિજળી પડતા ૫ પશુના મોત

તાલાલા-આંબળાશમાં ૪ ઈંચ વરસાદ, વિરપુર ગીરમાં વિજળી પડતા ૫ પશુના મોત

 | 5:17 am IST
  • Share

  • ખેલૈયાઓના ઉલ્લાસ ઉપર પાણીઃ નવરાત્રીમાં સતત પાંચમાં દિવસે અવિરત મેઘ મહેર
  • હિરણવેલ, ગુંદરણ સહિત ૧૫ જેટલા ગામોમાં વરસાદથી નદીમાં પૂરઃ અમરેલી પંથકમાં ૧, ઉના-ગીરગઢડામાં ૦ાા ઈંચ

। રાજકોટ । નવરાત્રીમાં સતત પાંચમાં દિવસે પણ સૌરાષ્ટ્રના છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે મેઘ મહેર વરસી હતી તાલાલા-આંબળાશ ગીરમાં મુશળધાર ૪ ઈંચ વરસાદથી પંથક તરબોળ બની ગયો હતો જયારે વિરપુર ગીરમાં ગાયના ધણ ઉપર વીજળી પડતા પાંચ પશુના મોત થયા છે.
આજે તાલાલા પંથકના આંબળાશ,વિરપુર,હિરણવેછલ,ગુંદરણ સહિત ૧૫ જેટલા ગામોમાં મુશળધાર વરસાદ પડતા નદી-નાળામાં પૂર આવી ગયા હતા.પાંચ દિવસ દરમિયાન તાલાલા પંથકમાં પડેલ વરસાદથી મગફળી-સોયાબીન સહિતનો ખેડૂતોના ખેતરમાં પડેલ તૈયાર પાકને ડેમેજ કરી નાખ્યો છે તેમજ ઘાસચારો સંપુર્ણ નાશ પામતા ખેડૂતો દયાજનક સ્થિતિમાં મુકાઈ ગયા છે.તાલાલા પંથકમાં ગાજવીજ સાથે બપોર બાદ પડેલ વરસાદ સાથે વિરપુર ગીર ગામની સીમમાં વીજળી પડી હતી.વિરપુર ગીર ગામનું ધણ ઉમીયા સાગર તળાવ પાછળ ચરતું હતું.આ દરમિયાન ધણ ઉપર વીજળી પડતા પાંચ ગૌમાતાના ઘટના સ્થળે મરણ થયા હતા.આ સમાચાર ગામમાં આવતા ભારે અરેરાટી પ્રસરી જવા પામી હતી.આંબળાશ ગીર વિસ્તારમાં ૩ થી ૪ ઈંચ વરસાદ પડતા ગામના પાદરમાંથી પસાર થતી નદીમાં પૂર આવતા ગામ વિખુટુ પડી ગયું હતું.નદીમાં ત્રણ કલાક બાદ પુરના પાણી ઓસરતા ફરી અવર-જવર શરૂ થઈ હતી.
ઊના ગીરગઢડા પંથકમાં બપોર બાદ અડધો કલાકમાં ધોધમાર વરસાદ વરસી જતાં ગામમાંથી પાણી નીકળી ગયા હતા. તેમજ ગીરગઢડામાં અડધો ઈંચ વરસાદ નોધાયો હતો. વરસાદના કારણે ખેડૂતોની ખેતીમાં આગોતરા મગફ્ળી, કઠોળ, બાજરી, ડુંગળી સહીતના ચોમાસુ પાકને ભારે નુકસાન થયેલ હતું. જોકે આજુબાજુના સામતેર સહીતના ગામોમાં વરસાદ પડેલ ન હતો.
અમરેલી જિલ્લાના ખાંભાના સરાકડીયા, કોદીયા, કંટાળા, ખડાધાર, બોરાળા, ચક્રાવા, રાયડી સહિતના ગામોમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. અમરેલીના લાપળીયામા અડધો ઈંચ વરસાદ પડયો હતો. જૂનાગઢ શહેરમાં, વિસાવદર, માળીયા, મેંદરડામાં વરસાદના ઝાપટા પડયા હતા.જયારે લોધિકા અને રાણાવાવમાં પણ સાંજના સમયે ૩ મીમીનું ઝાપટું પડી જતા રસ્તા ઉપરથી પાણી વહેવા લાગ્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો