તાલુકા મથક જેસરમાં 'માં અમૃતમ કાર્ડ' કાઢવાનું બંધ, લોકો ત્રાહિમામ - Sandesh
  • Home
  • Bhavnagar
  • તાલુકા મથક જેસરમાં ‘માં અમૃતમ કાર્ડ’ કાઢવાનું બંધ, લોકો ત્રાહિમામ

તાલુકા મથક જેસરમાં ‘માં અમૃતમ કાર્ડ’ કાઢવાનું બંધ, લોકો ત્રાહિમામ

 | 3:03 am IST

ા જેસર ા

જેસર તાલુકો બન્યા બાદ તાલુકાકક્ષાની સેવાઓ અને વિકાસ બાબતે ધીમીગતિ રહી છે. જે સેવાઓ શરૃ હોય તે પણ એક પછી એક બંધ થઈ રહી છે. અહિ આમલોકોના આરોગ્ય માટે અતિ ઉપયોગી અને મેડીકલ ખર્ચમાં મદદ કરતી માં અમૃતમ યોજનાના કાર્ડ કાઢવાની કામગીરી બંધ કરી દેવાતા લોકોની હેરાનગતિમાં વધારો થયો છે. આ યોજનાનુ કેન્દ્ર પુનઃ શરૃ કરાય એવી માંગ ઉઠી છે.

જેસર સામુહિક કેન્દ્રમાં શહેર અને તાલુકાભરના મધ્યમ અને ગરીબવર્ગના લોકોને માં અમૃતમ કાર્ડ કાઢી આપવા માટે કેન્દ્ર કાર્યરત હતુ. જાણવા મળ્યા મુજબ આ કેન્દ્ર ચલાવનારનો કોન્ટ્રાક્ટ પુરો થઈ જતા લોકોની મુશ્કેલી વધી છે. મા અમૃતમ કાર્ડમાં હદયરોગ, કીડની જેવા મોંઘા દર્દોમાં સરકાર દ્વારા રાહત અપાઈ છે. ત્યારે પખવાડિયા કરતા વધારે સમયથી કાર્ડ કાઢવાની કામગીરી બંધ થતા ગામડેથી આવતા લોકોને ધક્કા થાય છે. નવરચિત જેસર તાલુકા ગરીબો માટે ઉપયોગી એક માત્ર આ યોજનાના કાર્ડ કાઢવાની કામગીરી ત્વરીત શરૃ કરવામાં આવે એવી માંગ ઉઠી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;