તાવી ગામમાં વળતર ચૂકવ્યા વગર વીજલાઇન નખાશે તો ખેડૂતોની ચૂંટણી બહિષ્કારની ચીમકી - Sandesh
  • Home
  • Gujarat
  • તાવી ગામમાં વળતર ચૂકવ્યા વગર વીજલાઇન નખાશે તો ખેડૂતોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

તાવી ગામમાં વળતર ચૂકવ્યા વગર વીજલાઇન નખાશે તો ખેડૂતોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

 | 4:09 am IST
  • Share

 ગુરુવારે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણનાં દૃશ્યો સર્જાયાં

પોલીસ્ાને સાથે રાખી બળજબરીથી થતી કામગીરીથી ખેડૂતો ખફા

ખેતરોમાં વીજલાઇન નાખવા અંગે ખેડૂતો સાથે કોઈ બેઠક કે તેમને મળનાર વળતરના રકમની કોઈ સ્પષ્ટતા કરાઈ નથી

લખતર તાલુકાના તાવી ગામે ગુરૂવારે સવારના સમયે વીજ લાઈન નાંખવા કર્મચારીઓ પોલીસ પ્રોટેકશન સાથે પહોંચ્યા હતા. જેમાં ખેડૂતોએ વળતરના ચુકવણા બાદ જ વીજ લાઈન નાંખવા દેવાનુ કહેતા ઘર્ષણના દૃશ્યો સર્જાયા હતા. જો વળતર ચૂકવ્યા વગર લાઈન નંખાશે તો ખેડૂતોએ તાવી ગ્રામ પંચાયતની આગામી ચૂંટણીમાં બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.

કચ્છના લાકડીયાથી વડોદરા સુધી વીજલાઈન પસાર થાય છે. આ વીજલાઈન હાલ સુરેન્દ્રનગર જિલ્લાના ખેતરોમાં નાંખવામાં આવે છે. ત્યારે વીજ લાઈન નાંખતા પહેલા ખેડૂતો સાથે કોઈ બેઠક કરાઈ નથી. તેમને મળનાર રકમની સ્પષ્ટતા કરાઈ નથી. કોઈ ખેડૂતો પાસે સંમતીપત્રકોમાં સહી પણ લેવાઈ નથી. પોલીસ પ્રોટેકશન સાથે બળજબરી પૂર્વક થતી કામગીરીથી ખેડૂતો ખફા છે. આવા સમયે ગુરૂવારના રોજ સવારના સમયે લખતર તાલુકાના તાવી ગામે વીજ કંપનીના કર્મચારીઓ પોલીસને સાથે લઈ વીજ લાઈનની કામગીરી કરવા ખેડુતોના ખેતરોમાં પોલ  ઉભા કરવા પહોંચ્યા હતાત્યારે તાવીના ખેડૂતો યોગરાજસિંહ રાણા, શક્તિસિંહ રાણા સહિતનાઓએ તેનો વિરોધ દર્શાવ્યો હતો. ખેડૂતોના મત મુજબ ભુતકાળમાં પણ કેનાલ, રોડ, વીજ કંપનીના કામ માટે ખેડૂતો સાથે અન્યાય થયેલો છે. ત્યારે જો હવે અન્યાય થશે તો સંપૂર્ણ તાવી ગામ પંચાયતની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે. તાવીમાં ગુરૂવારે સવારે પોલીસ પ્રોટેકશન સાથે આવેલી વીજ કંપનીની ટીમ અને ખેડૂતો સામસામે આવી જતા પોલીસને દરમિયાનગીરી કરવી પડી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો