તિલકવાડાના મરસણ માઇનોરમાં મોટું ગાબડું પડતા પાણી બંધ કરાયું - Sandesh
  • Home
  • Newspaper
  • તિલકવાડાના મરસણ માઇનોરમાં મોટું ગાબડું પડતા પાણી બંધ કરાયું

તિલકવાડાના મરસણ માઇનોરમાં મોટું ગાબડું પડતા પાણી બંધ કરાયું

 | 3:14 am IST

ગરનાળું દરવર્ષે તૂટી જતું હોવાની ફરિયાદ

પાણી મળવાની કાગડોળે રાહ જોતા ધરતીપુત્રો

તિલકવાડા

સરદાર સરોવરની મેઈન કેનલ માંથી ટીકલ્ટી વાડિયા ડિસ્ટ્રીબ્યટ નીકળી દેવલિયા એસઓયુ રોડ ભાદરવા પાસે ક્રોસ કરી કોયારી ગામ તરફ્ જતા ૧૦૦ મીટરનાં અંતરે વોટર સપ્લાય ગેટ આવેલ છે. ત્યાંથી આશરે ૧૦૦ થી ૨૦૦ મીટરના અંતરે જે ગરનાળુ મુકવામાં આવેલ છે તે દર વર્ષની માફ્ક આવશે પણ તૂટી ગયું છે. જેની રજુઆત કરતાં સત્તાવાળા આવી જોઈ ગયા હતા. પરંતુ રીપેરિંગ કામ થયું ન હોય પાણી મળતું નથી. તેમજ ખેડૂતોનો ઉભો પાક સુકાઈ રહ્યો છે.

આ બાબતે પીયત સહકારી મંડળીના હોદેદારો, ખેડુતો, ગામ આગેવાનોએ અનેક રજુઆતો કરી છે. ધરતીપુત્રોનું કહેવું છે કે આ માઇનોર જ્યારથી થઇ છે ત્યારથી તેના છેડા (ટેલ) સુધી પાણી ગયું જ નથી. માંડ એકાદ કિ.મી. જેટલાં વિસ્તારમાં પાણી મળ્યું છે. ખેડૂતોનુ કહેવું છે કે, તાત્કાલિક પાણી મળે તે માટે જરૂરી પાઇપો મુકીનેે પાણી આપવા માંગ કરી છે,

૩ હાંસોટ સ્મશાન ખાતે હરીન ભઠ્ઠીનું લોકાર્પણ

 

હાંસોટ

ડેક્કન ફઈન કેમિકલ લિમિટેડ અંકલેશ્વર દ્વારા નવ લાખના ખર્ચે નવનિર્મિત તૈયાર કરેલ હરિન ભઠ્ઠી હાંસોટ હિન્દુ સ્મસાન ભૂમિ (મુક્તિધામ) ખાતે લોકાર્પણ કરવામાં આવી હતી.

પર્યાવરણ ની જાળવાણી થાય અને મૃતદેહ ને બાળવામાં ૧૨ થી ૧૫ મણ લાકડાં ને બદલે ૫ થી ૭ મણ લાકડાનો ઉપયોગ થાય અને સાથે સાથે સમય નો બચાવ થાય અને મૃતદેહ ને બાળતી વખતે જે મહેનત કરવી પડે છે તેમાંથી છુટકારો થાય તેવી ભઠ્ઠી નું નિર્માણ થયું છે. તો આ બાબતે હિન્દુ સ્મસાન ભૂમિ હાંસોટ ના યુવાનો દ્વારા ડેક્કન ફઈન કેમિકલ લિમિટેડ અંકલેશ્વર જાણ કરતાં બહું ટુંકા સમય ગાળામાં ડેક્કન ફઈન કેમીકલ લિમિટેડ અંકલેશ્વર ના સહયોગથી નવ લાખ ના ખર્ચે નવનિર્મિત હરીન ભઠ્ઠી તૈયાર કરી આજ રોજ હાંસોટ સ્મસાન ખાતે લોકાર્પણ કરી હતી. આ પ્રસંગે ડેક્કન ફઈન કેમીકલ લિમિટેડ અંકલેશ્વર ના સાઈડ હેડ પરાગ શાહ, જનરલ મેનેજર એચ આર વિપુલ રાણા, ઈ. એચ. એસ. હેડ ભાવેશ રામી વિગેરે હાજર રહ્યા હતાં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;