તિલકવાડામાં ગણેશ મહોત્સવમાં મેવાસ બારીયા સમાજ દ્વારા પ્રસાદી અને બેનરોનું વિતરણ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • તિલકવાડામાં ગણેશ મહોત્સવમાં મેવાસ બારીયા સમાજ દ્વારા પ્રસાદી અને બેનરોનું વિતરણ

તિલકવાડામાં ગણેશ મહોત્સવમાં મેવાસ બારીયા સમાજ દ્વારા પ્રસાદી અને બેનરોનું વિતરણ

 | 2:30 am IST

 

વડિયા ઃ નર્મદા જિલ્લાના તિલાકવાડામાં ગણેશ મહોત્સવ નિમિત્તે મેવાસ બારીયા સમાજ યુવા સંગઠન દ્વારા ગણેશ પંડાલો પર પ્રસાદી અને બેનરો વિતરણ કરવામાં આવ્યાં છે. બારીયા સમાજની એકતામાં જૂજતાં કેળવવા અને સમાજની એકતાને એક દિશામાં સુચવાય તે માટે સમાજના યુવા સંગઠન આગળ આવીને નેકનિષ્ઠ પ્રયાસો સમાજ માટે હાથ ધરી રહ્યું છે

મેવાસ બારીયા સમાજ યુવા સંગઠન દ્વારા ગણપતિ મહોત્સવની ઉજવણી કરતાં તમામ ગામે ગામ પહોંચીને બારીયા સમાજના યુવાનો દ્વારા પ્રસાદી તેમજ બેનરનું વિતરણ કરીને સમાજ સંગઠનને એક સર્વશ્રોઠ કામગીરીની જાંખી દર્શાવી હતી. મેવાસ બારીયા સમાજ યુવા સંગઠન દ્વારા બારીયા સમાજની એકતા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેને લઈને બારીયા સમાજના યુવાનો દ્વારા ગામે ગામ ગણેશજીની પ્રતિમાને વાજતે ગાજતે ઉત્સાહભેર ગણેશજીની પ્રતિમાના પંડાલો બનાવી ડેકોરેશન સાથે શણગાર કરી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે ખાસ કરીને બારીયા સમાજના યુવાનોમા ગણેશજીના ઉત્સવનો અનેરો ઉમંગ જોવા મળી રહ્યો છે ગણેશ ઉત્સવને પગલે ભકતો ગણેશજીની ભક્તિમાં રંગાઈને લિન બન્યાં છે દરેક ગામમાં પ્રસાદી તેમજ બેનરોનું વિતરણ કરવા માટે ૨૫ થી વધુ યુવાનો જોડાઇને પ્રશંસનીય કામગીરી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;