તુર્કીના પ્રમુખ અને તેમના પત્નીનો ઠસ્સો, સોનાનો કપ અને લાખોની ચા - Sandesh
  • Home
  • World
  • તુર્કીના પ્રમુખ અને તેમના પત્નીનો ઠસ્સો, સોનાનો કપ અને લાખોની ચા

તુર્કીના પ્રમુખ અને તેમના પત્નીનો ઠસ્સો, સોનાનો કપ અને લાખોની ચા

 | 2:40 pm IST

તુર્કીના પ્રમુખ રીસેપ એર્દોગનનાં પત્ની એમીને એરદોગન શોપિંગ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે. પ્રમુખ પાસે 3 વૈભવી મહેલ છે જેની પાછળ લખલૂટ ખર્ચ કરાય છે તો બીજી બાજુ તુર્કીની જનતા ભૂખમરા અને ગરીબીથી પીડાય છે.

એમીને એરદોગન દાવો કરે છે કે તે પોતાના સંસ્કારોનું ધ્યાન રાખે છે તથા  સાધારણ અને વિનર્મ જીવન જીવે છે.સાધારણ જીવનના ભાગરૂપે જ  એમીને સ્પેશિયલ સફેદ ચા પીવે છે જેની કિલોની કિંમત  રૂ. 1.33 લાખ રૂપિયા છે. જ્યારે ચાનો કપ ગોલ્ડન છે, આ એક કપની કિંમત રૂ.  22 હજાર છે. એક વખત એમીનેએ શોપિંગ કરવા માટે બ્રસેલ્સનો શોપિંગ મોલ જ બંધ કરાવી દીધો હતો. પતિ સાથે જ્યારે તે પોલેન્ડની સત્તાવાર મુલાકાતે ગયાં હતા, ત્યારે તેમણે રૂ. 33 લાખના એન્ટિક પીસની ખરીદી કરી હતી.

 પ્રમુખનો વૈભવી મહેલ અંકારાથી દૂર જંગલમાં બનાવવામાં આવ્યો છે. જે 2 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલો છે. મહેલમાં એક હજાર રૂમ છે. જેમાં હજારો લોકો એક સાથે રહી શકે છે.

માનવામાં આવી રહ્યું છે કે મહેલનું આર્કિટેક્ચર મોર્ડ્ન અને ટ્રેડિશનલના મિશ્રણ સાથે બનાવવામાં આવ્યું છે. મહેલમાં સેલુજક સામ્રાજ્યની ઝલક પણ જોવા મળે છે.

ડબલ ડોર દરવાજા પર અંદાજે 32 લાખ રૂપિયાનું સિલ્ક વોલ પેપર લગાવવામાં આવ્યું છે, આવા વોલ પેપર અનેક દરવાજા પર લગાવવામાં આવેલા છે. મહેલને અંદાજે 62 કરોડના કારપેટથી સજાવવામાં આવ્યો છે.