તુલસીવાળું દૂધ પીવાથી થતા ફાયદા - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • તુલસીવાળું દૂધ પીવાથી થતા ફાયદા

તુલસીવાળું દૂધ પીવાથી થતા ફાયદા

 | 4:35 am IST

૧. તનાવ ઓછો કરે : તુલસીવાળું દૂધ પીવાથી નર્વસ સિસ્ટમ રિલેક્સ થઈ જાય છે, તેથી તનાવ ઓછો થઈ જાય છે અને મન સારું રહે છે. જો કોઈ ડિપ્રેશન કે ચિંતાથી ગ્રસ્ત છે તો આ બેયનું સેવન જરૂર કરવું જોઈએ.

૨. ફ્લૂ : જો તમને ફ્લૂ થઈ ગયું હોય તો તુલસીવાળું દૂધ તમને લાભ આપે છે અને જલ્દી સાજા થવાની શક્તિ આપે છે.

૩. હૃદયનાં સ્વાસ્થયને સારું કરે : હૃદયની તંદુરસ્તીનું ધ્યાન રાખવું દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે. તેમજ જે લોકોને હૃદયનો કોઈ રોગ થયો હોય કે પરિવારમાં કોઈ વડીલને થયો હોય અને એનાં વારસાગત લક્ષણો આવવાની શક્યતા હોય, તો એવા લોકોએ રોજ સવારે ખાલી પેટ તુલસીવાળા દૂધનું સેવન કરવું જોઈએ. આનાથી હૃદય તંદુરસ્ત રહે છે.

૪. કિડની સ્ટોન : જો કોઈને કિડનીમાં સ્ટોન થવાની શરૂઆત થઈ છે તો તુલસીવાળા દૂધનું સેવન કરવું જોઈએ, આનાથી કિડની  સ્ટોન ધીમે-ધીમે દૂર ઔથઈ શકે છે.

૫. કેન્સર થવાથી બચાવે : તુલસીમાં ઘણા એન્ટિબાયોટિક ગુણ હોય છે સાથે એમાં એન્ટિઓક્સિડન્ટ તત્ત્વો પણ હોય છે અને દૂધમાં પણ ઘણાં પોષક તત્ત્વ હોય છે. તેથી રોજ તુલસીવાળું દૂધ પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધવાથી કેન્સર જેવા રોગ સામે રક્ષણ મળે છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન