તુવેરની ટેકાના ભાવથી ખરીદી માટે સરકાર ઉદાસિન : જગતાત લાચાર - Sandesh
NIFTY 10,242.65 +88.45  |  SENSEX 33,351.57 +318.48  |  USD 65.1400 +0.26
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • તુવેરની ટેકાના ભાવથી ખરીદી માટે સરકાર ઉદાસિન : જગતાત લાચાર

તુવેરની ટેકાના ભાવથી ખરીદી માટે સરકાર ઉદાસિન : જગતાત લાચાર

 | 1:30 am IST

(સંદેશ બ્યુરો)          મહુવા, તા.૮

ભાવનગર જિલ્લામાં મબલખ પ્રમાણમાં ખેડૂતોએ તુવેરનું વાવેતર કર્યુ છે. અનેક રાજ્યોમાં સરકાર દ્વારા તુવેરની ટેકાના ભાવે ખરીદી થાય છે. ત્યારે ગુજરાત અને ખાસ કરીને ભાવનગરમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી નહિ થતા જગતાત લાચાર બન્યો છે. અઠવાડિયામાં ભાવનગરમાં તુવેરની ખરીદી શરૃ કરવામાં આવે એવી માંગ ભાવનગર જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ દ્વારા કરી મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે.

રજૂઆતમાં જણાવ્યુ છે કે, દેશના વિવિધ રાજ્યોમાં સરકારે તુવેરના મણે ૧૨૦૦ ના ભાવે ખરીદી શરૃ કરી છે. જ્યારે ભાવનગરમાં ટેકાના ભાવે ખરીદીના કોઈ અણસાર દેખાતા નથી. જેના કારણે મજબુર થઈને ખેડૂતોના સસ્તાભાવે તુવેર વેચવી પડે છે. સૌરાષ્ટ અને ભાવનગરમાં યુધ્ધના ધોરણે ટેકાના ભાવે તુવેરના ખરીદી કેન્દ્રો શરૃ કરવામાં આવે તેમજ મહુવામાં   પણ કેન્દ્ર ફાળવવામાં આવે એવી માંગ સાથે ખેડૂત સમાજના પ્રમુખ દ્વારા આંદોલનની ચિમકી ઉચ્ચારાઈ છે.

;