તેજી બાદ ગુવારના ભાવમાં સ્થિરતા જોવા મળશે - Sandesh
  • Home
  • Business
  • તેજી બાદ ગુવારના ભાવમાં સ્થિરતા જોવા મળશે

તેજી બાદ ગુવારના ભાવમાં સ્થિરતા જોવા મળશે

 | 4:03 am IST

મુંબઈ, તા. ૨૬  

ગુવારના ભાવમાં તેજી બાદ હવે આગામી સમયમાં સ્થિરતા જોવા મળશે. કેરી ઓવર સ્ટોક વધારે હોવાથી તેમ જ નિકાસ માગ મર્યાદિત હોવાથી ગુવારના ભાવમાં કરેકશન જોવા મળવાની ગણતરી છે. ગુવાર ફ્યૂચર્સમાં રેસિસ્ટન્સની સ્થિતિ જોવા મળશે.  

ગુવારના વાવેતર વિસ્તારમાં ઘટાડો થયો હોવાના અહેવાલોએ તાજેતરમાં ગુવારના ભાવ વધ્યા હતા. છેલ્લા એક મહિનામાં એનસીડેક્સ પર ગુવાર ગમના ભાવ ૩૩ ટકા કરતાં વધુ વધીને ક્વિન્ટલદીઠ ૬,૬૩૦ રૂપિયા અને ગુવારના ભાવ ૧૮ ટકા વધીને ક્વિન્ટલદીઠ ૩,૬૦૦ રૂપિયા થયા છે. છેલ્લા બે વર્ષથી ગુવારના ભાવ ઘટી રહ્યા છે. ભાવમાં અચાનક ઉછાળો આવવાથી ખેડૂતો અને સ્ટોકિસ્ટોએ એમનો માલ બજારમાં ઠાલવ્યો હતો, પરંતુ હજી ડિમાન્ડમાં વધારો નથી થયો એટલે ઊંચા ભાવ ટકી શકે એમ નથી.  

આ વર્ષે ખરીફ મોસમમાં રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતમાં ગુવારના વાવેતરમાં ઘટાડો થયો છે. કૃષિ વિભાગની માહિતી મુજબ રાજસ્થાનમાં ગુવારના વાવેતર વિસ્તારમાં ૪૦ ટકાનો અને હરિયાણામાં ૮૩ ટકાનો ઘટાડો થયો છે. જ્યારે ગુજરાતમાં આ વર્ષે માત્ર ૪,૪૦૦ હેકટરમાં ગુવારનું વાવેતર થયું છે. જે ગયા વર્ષે ૫૮,૨૦૦ હેકટરમાં થયું હતું.