તો આ કારણોને લીધે જબરજસ્ત ગંધાય છે કેટલાક લોકોનો પરસેવો.. - Sandesh
  • Home
  • Lifestyle
  • તો આ કારણોને લીધે જબરજસ્ત ગંધાય છે કેટલાક લોકોનો પરસેવો..

તો આ કારણોને લીધે જબરજસ્ત ગંધાય છે કેટલાક લોકોનો પરસેવો..

 | 2:37 pm IST

હોર્મોનને કારણે મનુષ્યોના શરીરમાંથી અલગ-અલગ માત્રામાં પરસેવો નીકળે છે. કેટલાંક લોકોને વધુ પરસેવો વળે છે તો કેટલાક એવા લોકો હોય છે કે જેમને શારીરિક શ્રમ કર્યા બાદ થોડો પણ પરસેવો નથી છૂટતો. પરસેવો દુર્ગધવાળો હોય છે એટલે જ ડિઓ અને સેન્ટનો ઉપયોગ થતો થયો છે. તમે પણ તમારા શરીરના પરસેવાની વાસને દૂર કરવા માટે સુગંધિત ડિઓ વાપરી શકો છો પણ તમારા માટે એ જાણવું બહુ જરૂરી છે કે આખરે શરીર પર આટલો પરસેવો છુટે છે શા માટે તથા તે આટલો દુર્ગધવાળો શા માટે હોય છે…

કારણો
ખરાબ ડાયટ
જો તમારું ભોજન બહુ વધારે ઓઇલી કે મસાલેદાર હોય તો આ સમસ્યા સર્જાઇ શકે છે. રેડ મીટ, મસાલા અને લસણ જેવી વસ્તુઓ એવી છે જેના સેવનથી શરીરમાંથી પરસેવાની વાસ તીવ્ર આવે છે. માટે તમારા ભોજનમાં વિટામિન અને મિનરલ વાળા આહાર સામેલ કરો.

બગલના વાળ
બગલમાં વાળ હોય છે જેને સાફ કરવામાં ન આવે તો શરીરમાંથી વાસ આવવા લાગે છે. આર્મપિટ પર પરસેવાની ગ્રંથિ હોય છે જે પરસેવો સર્જે છે. શરીરમાંથી ગંધ દૂર કરવા માટે તમારા બગલના વાળને શેવ કે વેક્સિંગથી સાફ કરો અને દરરોજ સ્નાન કરો. સાથે જ એન્ટી બેક્ટેરિયલ સાબુનો પણ પ્રયોગ કરો.

બ્લડ શુગર
શરીરમાં કીટોન તત્વ પરથી માલુમ પડે છે કે, તમારા લોહીમાં શુગર છે. કીટોનની મહેક, ફળની સુગંધ જેવી લાગે છે જે હંમેશા મોઢામાંથી આવે છે. બની શકે કે તમને આ ફ્રુટી મહેક સારી લાગતી હોય પણ વાસ્તવમાં આ બદબુ જ હોય છે. આને દૂર કરવા માટે તમારા ડૉક્ટર પાસે ચેકઅપ કરાવો નહીં તો તમે આગળ જતાં કોઇ બીમારીનો શિકાર બની શકો છો.

ઉચ્ચ બ્લડપ્રેશર
ક્યારેક-ક્યારેક નાની-મોટી વાતો પર વગર મતલબે ચિંતા કર્યા કરવાથી પણ શરીરમાંથી વાસ આવવા લાગે છે. જ્યારે પણ તમે ટેન્શનમાં રહો છો ત્યારે શરીરમાંથી વધુ પરસેવો નીકળવા લાગે છે. હથેળીઓ, પગ અને શરીરમાંથી પરસેવો નીકળવાનો શરૂ થાય છે અને તેમાંથી વાસ આવવા લાગે છે. જ્યારે તમે તણાવમાં રહો છો ત્યારે સ્ટ્રેસ હોર્મોન, કાર્ટિસોલ નામનું દ્રવ્ય નીકળવા લાગે છે, ત્યારે તીખી વાસ સર્જાય છે. કાર્ટિસોલ, ચિંતાથી લડવામાં મદદરૂપ થાય છે પણ તે પરસેવાનું ઉત્પાદન પણ કરે છે.