તો કિસાન કન્યા દેશની સૌથી પહેલી રંગીન ફિલ્મ બની ન હોત! - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • તો કિસાન કન્યા દેશની સૌથી પહેલી રંગીન ફિલ્મ બની ન હોત!

તો કિસાન કન્યા દેશની સૌથી પહેલી રંગીન ફિલ્મ બની ન હોત!

 | 4:46 am IST
  • Share

હિન્દી સિનેજગતમાં સૌથી પહેલી રંગીન ફ્લ્મિ હોવાનું ગૌરવ ઈમ્પિરિયલ કંપનીની ફ્લ્મિ કિસાન કન્યા ધરાવે છે, પરંતુ હકીકતમાં એ સૌથી પહેલી રંગીન ફ્લ્મિ નહોતી. પ્રભાત ફ્લ્મ્સિ કંપનીએ વી. શાંતારામના દિગ્દર્શનમાં પહેલી રંગીન ફ્લ્મિ બનાવી હતી, પરંતુ…! 

  ગયા અઠવાડિયે આપણે જોયું કે દેશની સૌથી પહેલી બોલતી ફ્લ્મિ (ટૉકી) આલમઆરામાં કામ કરવા માટે માસ્ટર વિઠ્ઠલ નામના કલાકાર શારદા સ્ટુડિયોમાં નોકરી કરતા હોવા છતાં ગુપચૂપ અરદેશર ઈરાનીની ઈમ્પિરિયલ ફ્લ્મિ કંપનીમાં કામ કરતા રહ્યા. ફ્લ્મિ રજૂ થઈ તો બધાને ખબર પડી ગઈ કે માસ્ટર વિઠ્ઠલ આ ફ્લ્મિમાં હીરો છે. શારદા સ્ટુડિયોએ માસ્ટર વિઠ્ઠલ ઉપર કરારભંગનો કેસ કર્યો. આલમઆરા ઐતિહાસિક રીતે દેશની સૌપ્રથમ બોલતી ફ્લ્મિ હોવાથી તેમાં અભિનય કરવાનું ગૌરવ મેળવવા અને ઇતિહાસમાં યાદગાર બનવા માસ્ટર વિઠ્ઠલ આકર્ષાય એ વાત સ્વાભાવિક માનીને કોર્ટે તેમને માફ્ કર્યા હતા

એ જમાનાનાં અભિનેતાઅભિનેત્રીઓની હાલત જોઈએ તો દયા આવી જાય એવી હતી. દરેક કલાકારે પોતાની કંપનીને વફદાર રહેવું પડતું. અન્ય કોઈ કંપનીની ફ્લ્મિ ગમે તેવી સારી હોય તો પણ કામ ન કરી શકે. એ સમય ફ્લ્મિો માટે પણ સંકુચિત હતો. આજે આપણે જોઈએ છીએ એવી નાણાંની રેલમછેલ નહોતી. ફ્લ્મિ બનાવવામાં ગમે તેટલો ખર્ચ કરવામાં આવે પ્રેક્ષકો મર્યાદિત જ હતા. સમાજનો ઉચ્ચ મધ્યમવર્ગ અને ધનિકવર્ગ જ ફ્લ્મિો જોવા આવી શકતો. બાકીના લોકોએ શહેર આવવું અને ફ્લ્મિ જોવી એ પોસાય જ નહીં એવું કામ હતું. એમને ફ્લ્મિો સમજમાં પણ નહોતી આવતી. એટલે ફ્લ્મિ નિર્માણ સ્ટુડિયોમાં નાણાં રોકનાર ધનકુબેરો સિનેજગતના સર્વેસર્વા માલિકો હતા. બાકીના બધા એમના નોકર

એ સમયે બે મહિલાઓએ આ માલિકીદાદાગીરીમાંથી છૂટવાનો કમાલ કરી બતાવ્યો હતો. દેવિકા રાની ચૌધરીએ બોમ્બે ટોકિઝના માલિક હિમાંશુ રાય સાથે લગ્ન કરીને કર્મચારી તરીકેનાં બધાં બંધનો તોડી નાંખ્યાં. દેવિકા રાની ટેક્સટાઈલ ડિઝાઈનર હતી અને ખૂબ સારી ગાયિકા હતી. ફ્લ્મિો બોલતી થઈ તો એવા લોકોને ફ્લ્મિોમાં કામ મળવા લાગ્યું જે સુંદર હોય અને ગાઈ શકતા હોય, કારણ કે ફ્લ્મિમાં ડાયલોગ પણ ગીતની જેમ જ બોલવાના થતા હતા. ગાયિકા હોવાથી દેવિકા રાની હિરોઈન બની હતી અને હિમાંશુ રોય સાથે લગ્ન કરી ફ્લ્મિ નિર્માત્રી બની ગઈ હતી

બીજી મહિલા હતી, દુર્ગા ખોટે. તે વી. શાંતારામની પહેલી બોલતી ફ્લ્મિ અયોધ્યા ચા રાજા ફ્લ્મિની હિરોઈન તરીકે ઝળકી ઊઠી. દુર્ગા ખોટે વી. શાંતારામના પ્રભાત ફ્લ્મ્સિમાં નોકરી કરતી હતી. છતાં ન્યૂ થિયેટર્સની ફ્લ્મિોમાં પણ કામ કરવા લાગી. માસ્ટર વિઠ્ઠલના કેસ પછી કોઈ ફ્લ્મિ સર્જક હવે આ મુદ્દે કોર્ટમાં જવા તૈયાર નહોતો. એટલે દુર્ગા ખોટેએ ફ્રીલાન્સ અભિનયની શરૂઆત કરી તો કોઈ રોકી ન શક્યું. પછીથી આ ચીલો એવો પ્રચલિત બન્યો કે સ્ટુડિયોની દાદાગીરી ધીમેધીમે સાવ ખલાસ થઈ ગઈ

હિન્દી સિનેજગતમાં બોલતી ફ્લ્મિો બનવા લાગી. એ શરૂઆતમાં તો જબરજસ્ત આકર્ષણ જગાવતી રહી. ફ્લ્મિ બોલતી હોય એ નવાઈની વાત હતી. ધીમે ધીમે લોકોને એ નવાઈ ઓસરી ગઈ. ત્યારે ફ્લ્મિમાં માત્ર ડાયલોગ હોય એ પૂરતું ન રહ્યું. ડાયલોગ ચોટદાર હોવા જરૂરી બન્યા અને ફ્લ્મિની વાર્તા પણ જબરજસ્ત હોય એ અનિવાર્ય બન્યું

આ સમય દરમિયાન વિદેશી ફ્લ્મિસર્જકો ફ્લ્મિ રંગીન બનાવવા લાગ્યા હતા. પ્રભાત ફ્લ્મિ કંપનીના સાહસિક માલિકોએ 1933માં પહેલી વખત રંગીન ફ્લ્મિ સૈરાન્ધ્રી મરાઠીહિન્દી બંને ભાષામાં બનાવવાનું સાહસ કર્યું. ફ્લ્મિ મહાભારતમાં આવતા પાંડવોના અજ્ઞાતવાસ દરમિયાન દ્રૌપદીએ સૈરાન્ધ્રીના નામે કામવાળી બનીને રહેવું પડયું હતું તેની વાત કરતી હતી. રાજારામ વાનકુડે શાંતારામ (વી. શાંતારામ) નામના દિગ્દર્શકે ફ્લ્મિને ખૂબ રસપ્રદ રીતે તૈયાર કરી. આગ્ફ કંપનીની ફ્લ્મિ પર શૂટ કરેલા ફ્લ્મિના રીલ બાયપેક કલર પ્રિન્ટિંગ પ્રોસેસ નામની જર્મનીની કંપનીમાં પ્રોસેસ કરવા મોકલવામાં આવ્યા. એ જમાનામાં ફ્લ્મિનું પ્રોસેસિંગ જર્મનીમાં કરાવવું પડતું હતું, કારણ કે કલર રીલ પ્રોસેસ કરવાની ટૅક્નોલોજી ગણીગાંઠી કંપનીઓ પાસે જ હતી. આપણા દેશમાં તો ઠીક યુરોપઅમેરિકા સહિત સંખ્યાબંધ દેશોમાં તે કામ થઈ શકતું નહોતું. ફ્લ્મિ સૈરાન્ધ્રી અને રાજારામ વાનકુડે શાંતારામનાં નસીબ આડે પાંદડું આવી ગયું. હિન્દી સિનેજગતમાં સૌપ્રથમ રંગીન ફ્લ્મિ બનાવીને અમર થઈ જવાનું એમનું સપનું, કલરમાં આખી ફ્લ્મિ શૂટ કરવા છતાં સાકાર ન થઈ શક્યું. જર્મનીના સ્ટુડિયોમાં પ્રોસેસ કર્યા પછી ખબર પડી કે કલર ખૂબ જ ખરાબ આવ્યા છે. નહીંતર દેશની સૌપ્રથમ રંગીન ફ્લ્મિ બનાવવાનું ગૌરવ આ લોકોને મળ્યું હોત. પ્રોસેસ કંપનીએ રિપોર્ટ આપ્યો કે શૂટિંગ વખતે રીલ બરાબર હેન્ડલ કરવામાં આવ્યા નથી. ફ્લ્મિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે એ ક્યાંય બતાવવાલાયક જ ન રહી. આજે એ ફ્લ્મિના પણ કોઈ અવશેષ મળતા નથી

એ સમયે અહીં તો કોઈને કશી ખબર નહોતી એટલે માની લેવામાં આવ્યું કે આપણા દેશના હવામાનમાં કલર ફ્લ્મિના રીલ બરાબર સચવાતા નથી. ચાર વર્ષ પછી ઈમ્પિરિયલ કંપનીએ રંગીન ફ્લ્મિ બનાવવાનો પ્રયાસ કર્યો. આટલાં વર્ષમાં રંગીન ફ્લ્મિ વિશે ખાસ્સી જાણકારી મળી ચૂકી હતી. ભારતના સિનેમેટોગ્રાફ્રો એનો અનુભવ લઈ આવ્યા હતા. વિદેશી ફ્લ્મિ કંપનીઓ પણ રંગીન ફ્લ્મિ પ્રોસેસ કરવામાં અનુભવી થઈ ગઈ હતી. એટલે ઈમ્પિરિયલ કંપનીએ રંગીન ફ્લ્મિ બનાવવાનું સાહસ કર્યું હતું. ફ્લ્મિનું નામ હતું કિસાન કન્યા. ફ્લ્મિના દિગ્દર્શક હતા મોતી ગિડવાની અને સિનેમેટોગ્રાફ્ર હતા રૂસ્તમ ઈરાની. ફ્લ્મિ અમેરિકન કંપનીના સિનેપ્રોસેસના રીલ ઉપર શૂટ કરવામાં આવી હતી. રૂસ્તમ ઈરાનીએ તેને આપણા દેશમાં જ પ્રોસેસ કરવાના અધિકાર અમેરિકન કંપની પાસેથી મેળવી લીધા હતા. એટલે આ ફ્લ્મિ ભારતમાં જ શૂટ થયેલી અને ભારતમાં જ પ્રોસેસ થયેલી રંગીન ફ્લ્મિ બની. દેશના ગરીબ ખેડૂતની ગરીબી અને અસહાયતાની વાત કરતી સઆદત હસન મન્ટોની નવલકથા ઉપરથી બનાવવામાં આવેલી આ ફ્લ્મિ ભારતની સૌપ્રથમ રંગીન ફ્લ્મિ હોવાનું ગૌરવ તો ધરાવે છે, પરંતુ તે હિટ નહોતી બની શકી. આ ફ્લ્મિ સામાન્ય સફ્ળતા જ મેળવી શકી હતી. એનું કારણ એ હતું કે પહેલી રંગીન ફ્લ્મિ હોવાનો નશો ફ્લ્મિ નિર્માણ સાથે સંકળાયેલા બધાનાં મનમાં એવો ચઢયો હતો કે પટકથા અને નેરેશન ઉપર બરાબર ધ્યાન આપી શકાયું નહોતું. સદ્ભાગ્યે આ ફ્લ્મિના થોડાક રીલ આજે પણ ઈન્ડિયન ફ્લ્મ્સિ આર્કાઈવ્ઝમાં સચવાયેલા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો