...તો શું પ્રેગનન્ટ છે 'યે હૈ મોહબ્બતે'ની આ અભિનેત્રી? - Sandesh
  • Home
  • Entertainment
  • …તો શું પ્રેગનન્ટ છે ‘યે હૈ મોહબ્બતે’ની આ અભિનેત્રી?

…તો શું પ્રેગનન્ટ છે ‘યે હૈ મોહબ્બતે’ની આ અભિનેત્રી?

 | 3:36 pm IST

ટેલિવિજનનાં પ્રખ્યાત ચહેરાઓમાંની એક અનિતા હસ્સનંદની જેને લોકો ટેલિવિઝન શો ‘યે હૈ મોહબ્બતે’ની શગુન તરીકે ઓળખે છે. કેટલાક દિવસો પહેલા એક ખબર આવી હતી કે, અનિતા પ્રેગનન્ટ છે. પરંતુ આ વખતે અનિતાએ પોતે જ આ વિશે મૌન તોડ્યુ છે.

તમને જણાવી દઇએ કે, અનિતાએ બિઝનેસમેન રોહિત રેડ્ડી સાથે 14 ઓક્ટોમ્બર 2013માં લગ્ન કર્યા હતાં. અનિતા યે હૈ મોહબ્બતે સિવાય કોમેડી નાઇટ બચાઓમાં પણ કામ કરી ચૂકી છે. અનિતા સોશિયલ મિડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે. અનિતાએ પોતાના પતિ રોહિત રેડ્ડીની સાથેની એક તસવીર પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી અને કેપ્શન પણ લખ્યું હતું.

તેણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, “મને હંમેશા ચેનલનાં પબ્લિકેશન પરથી કોલ આવતા રહે છે, અને તેઓ પૂંછતા રહે છે કે, કોઇ ગુડ ન્યૂઝ છે કે નહી. તો આ લોકોને હું જણાવી દઉ કે ગૂડ ન્યૂઝ છે કે… હું ડાયટ પર નથી. હું પીત્ઝા, ચોકલેટ, આઇસક્રીમની ખુશીઓ સાથે જીવી રહી છું. હું તૈયાર થઇ રહી છું, કારણ કે હું મારા પતિને પ્રેમ કરું છું. હું તમને વાયદો કરુ છું કે, હું જ્યારે પણ માં બનવાની હોઇશ, ત્યારે હું ગર્વથી તમને જણાવીશ”.