... તો ATM સિસ્ટમનો અંત લાવી દેશે સ્માર્ટફોન, કાર્ડ વગર આ રીતે નિકાળી શકાશે પૈસા ! - Sandesh
  • Home
  • Business
  • … તો ATM સિસ્ટમનો અંત લાવી દેશે સ્માર્ટફોન, કાર્ડ વગર આ રીતે નિકાળી શકાશે પૈસા !

… તો ATM સિસ્ટમનો અંત લાવી દેશે સ્માર્ટફોન, કાર્ડ વગર આ રીતે નિકાળી શકાશે પૈસા !

 | 10:21 am IST

જો તમે પોતાનું એટીએમ કાર્ડ ઘરે ભૂલી ગયા છો તો હેરાન થવાની જરૂરત નથી. તમારો સ્માર્ટફોન તમારી પાસે છે ?  તો સમજો કે તમારી પાસે ચુટકીમાં પૈસા આવી જશે. તમે એટીએમથી પૈસા એટીએમ કાર્ડ વગર પણ કાઢી શકો છો.  સ્માર્ટફોનના વ્યાપક ઉપયોગને જોઈને નિષ્ણાતો કહી રહ્યાં છે કે, ભવિષ્યમાં એટીએમ કાર્ડનો ઉપયોગ બંધ પણ થઈ શકે છે.

આ સમયે અમેરિકા સહિત દુનિયાના કેટલાક દેશોમાં લોગ એટીએમ મશીનમાં બેન્ક કાર્ડનો નહિ પરંતુ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. માત્ર અમેરિકામાં જ અત્યાર સુધી ઓછામાં ઓછી 2000 આવી એટીએમ મશીન ફિટ કરી દેવામાં આવી છે, જેમાં બેન્ક કાર્ડ વગર સ્માર્ટફોન દ્વારા પૈસા ઉપાડી શકાય છે.

પૈસા ઉપાડવા માટે તમારે તમારા સ્માર્ટફોનમાં એક એપ ડાઉનલોર્ડ કરવી પડશે. તમારે જ્યારે પણ પૈસા ઉપાડવા હશે ત્યારે એપ પર તમારા માટે એક કોડ જનરેટ થશે. આ કોડ દ્વારા એટીએમ મશીન તમને પૈસા આપી દેશે. આ સિસ્ટમ દ્વારા ટ્રાન્જેક્શનમાં લાગતા સમયમાં ઘટાડો થઈ જશે. હાલમાં ડેબિડ કાર્ડ દ્વારા પ્રોસેસિંગમાં 30 થી 40 સેકન્ડનો સમય લાગે છે જ્યારે સ્માર્ટફોનથી માત્ર 10 સેકન્ડમાં પૈસા ઉપાડી શકાશે.

તે ઉપરાંત આ સિસ્ટમને કાર્ડ કરતાં વધારે સુરક્ષિત માનવામાં આવે છે. ડેબિડ કાર્ડ હેક કરનાર લોકો માટે આ ટેકનોલોજી નિરાશાજનક છે. ઈન્ટરનેટ ઉપર ડેબિટ અને ક્રેડિટ કાર્ડને હેક કરવા માટે કેટલીક તરકીબો છે. તેમાંથી એક તે છે કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કર્યા બાદ તે મશીનમાં એક ડેબિટ કાર્ડના આકારની ચિપ નાંખીને ડેટા મેળવી લેવામાં આવે છે, આને સ્કિમિંગ કહેવામાં આવે છે. સ્માર્ટફોનની ટેકનોલોજી હેઠળ સ્કિમિંગની સંભાવનાઓનો અંત આવી જશે.