ત્રણ દિવસથી ચાકો બગડતા સંખેડામા પાણીની સમસ્યા - Sandesh
  • Home
  • Baroda
  • ત્રણ દિવસથી ચાકો બગડતા સંખેડામા પાણીની સમસ્યા

ત્રણ દિવસથી ચાકો બગડતા સંખેડામા પાણીની સમસ્યા

 | 3:17 am IST

 

 

સેવાસદન પાસે લાઈનમા ભંગાણ પડયું

ગ્રામ પંચાયતની ”બાર સાધે ત્યાં તેર તૂટે” જેવી સ્થિતિ

ા ગોલાગામડી ા

સંખેડામાં છેલ્લા ત્રણ દિવસથી ચાકો બગડી જતા સ્થાનિક રહીશો પાણીની સમસ્યાથી પરેશાન બન્યા છે. જેના કારણે ગ્રામજનો ગ્રામ પંચાયતના વહીવટ પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

હાલમાં ચાલતા નવરાત્રિ પ્રવન ેલઇ માંડ એકટાઇમ પાણી આવતું હોય તેમજ પાણી ધીમું આવવાને કારણે લોકોની જરૃરિયાતો સંતોષાતી ન હોઇ અનેક મુશ્કેલીઓ પડી રહી છે. પાણીની સમસ્યાને લઇ સંખેડા જિલ્લા પંચાયતના સદસ્ય નીતિનભાઇ એ જણાવ્યું હતું કે, પાણીનો ચાકો બગડી ગયેલો હોવાથી હાલ કામગીરી હાથ ધરવામાં આવી છે. રીપેરીંગ કામ પૂર્ણ થયેથી પાણી જલ્દીથી છોડવામાં આવશે.

ત્યારે સંખેડા સેવાસદન પાસે બી.એસ.એન.એલ.ની કામગીરી ચાલુ કરાતા વધુ એક પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા તે વિસ્તારમા ંપાણી રોડ પર વહેવા લાગ્યા હતા ત્યારે સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો હતો જેના કારણે કામગીરી બંધ કરવામાં આવી હતી. પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા આ વિસ્તારના લોકોને પણ આવનારા દિવસોમાં પાણીની સમસ્યાથી પરેશાન થવું પડશે.

સંખેડા નગરમાં એક જગ્યાની પાણી સમસ્યાનું નિરાકરણ આવતું નથી ત્યાં બીજી જગ્યાએ પાણીની સમસ્યા ઉદ્ભવતા સંખેડા ગ્રામ પંચાયતની હાલત ”બાર સાધે ત્યાં તેર તૂટે” જેવી હાલ જોવા મળી રહી છે.

;