ત્રણ બેન્કો પર RBIએ લગાવ્યો 10 કરોડનો દંડ - Sandesh
  • Home
  • Business
  • ત્રણ બેન્કો પર RBIએ લગાવ્યો 10 કરોડનો દંડ

ત્રણ બેન્કો પર RBIએ લગાવ્યો 10 કરોડનો દંડ

 | 4:52 pm IST

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ગયા વર્ષે પ્રકાશમાં આવેલા રૂ. 6,100 કરોડના કૌભાંડમાં થયેલી અનિયમિતતા સંદર્ભે બેન્ક ઓફ બરોડાને રૂ. પાંચ કરોડનો દંડ ફટકાર્યો હતો. જ્યારે પંજાબ નેશનલ બેન્કને ત્રણ કરોડની પેન્લટી ફટકારાઇ છે. રિઝર્વ બેન્કે બેન્ક ઓફ બરોડાના આંતરિક ઓડિટમાં પાંચ કરોડની પેનલ્ટી ફટકારી હતી. આરબીઆઇ અને તપાસકર્તા એજન્સીઓએ ઓક્ટોબર, 2015માં  નોંધ્યું હતું કે બેન્કનાં કામકાજમાં ઘણી અનિયમિતતા છે.

આરબીઆઇને બેન્કની તપાસમાં ધ્યાનમાં આવ્યું હતું કે બેન્કના આંતરિક વહીવટમાં ઘણી ક્ષતિઓ રહેલી છે અને કેટલાક વ્યવહારોમાં દેખરેખનો અભાવ પ્રવર્તતો હતો. બીઓબીના કેસ બાદ આરબીઆઇએ તમામ વેપારી બેન્કોને કેટલીક અનિયમિતતાઓ દૂર કરવાની અને તેમની હાલની નીતિઓ અને અસરકારક પદ્ધતિનું અમલીકરમ કરવાની અને જરૂરી સુધારા કરવા માટે એક ખાનગી પત્ર ચેરમેનો અને ચીફ એક્ઝિક્યુટિવ્ઝને મોકલ્યો હતો.દરમ્યાન રિઝર્વ બેન્કે નો યોર કસ્ટમર અને એન્ટિ-મની લોન્ડરિંગ (એએમએલ)ના નિયમોના ઉલ્લંઘન બદલ એચડીએફસી બેન્ક પર રૂ. બે કરોડની પેનલ્ટી ફટકારી હતી.

ઓક્ટોબર, 2015માં વિવિધ બેન્કો દ્વારા એડવાન્સ ઇમ્પોર્ટ રેમિટન્સમાં અનિયમિતતાને પગલે  આરબીઆઇએ એચડીએફસી બેન્કના વ્યવહારોની ઝીણવટભરી તપાસ કરી હતી, એમ દેશની સૌથી મોટી બીજા નંબરની ખાનગી બેન્કે જણાવ્યું હતું. આરબીઆઇએ બેન્કોને વિગતવાર માહિતી મોકલી આપવા માટે શો-કોઝ નોટિસ ફટકારી હતી. બેન્કે તેનો રિપોર્ટ મોકલ્યા બાદ આરબીઆઇએ બેન્ક પર રૂ. 2 કરોડનો દંડ ફટકાર્યો હતો. બેન્કે કેટલાક કિસ્સામાં કેવાયસીના નિયમોનું પાલન નહીં કરતાં અને એડવાન્સ ઇમોર્ટ રેમિટન્સની એન્ટ્રીમાં નિયમોનું ઉલ્લંઘન કરતાં બેન્ક પર આ દંડ લગાડવામાં આવ્યો હતો.