ત્રણ શાળાઓના શિક્ષક,આચાર્યોને અલ્ટીમેટમ, એકશનપ્લાન તૈયાર થશે - Sandesh
  • Home
  • Bhavnagar
  • ત્રણ શાળાઓના શિક્ષક,આચાર્યોને અલ્ટીમેટમ, એકશનપ્લાન તૈયાર થશે

ત્રણ શાળાઓના શિક્ષક,આચાર્યોને અલ્ટીમેટમ, એકશનપ્લાન તૈયાર થશે

 | 1:57 am IST

ા ભાવનગર ા

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવામાં આવેલી ધો-૧૦ અને ધો-૧૨ની પરીક્ષામાં સતત ત્રણ વર્ષ સુધી ૩૦ ટકાથી ઓછુ પરિણામ લાવનારી ત્રણ ગ્રાન્ટેડ હાઈસ્કૂલના શિક્ષકો અને આચાર્યોને આખરી અલ્ટીમેટમ આપીને પરિણામ સુધારવાની દિશામાં એકશન પ્લાન તૈયાર કરવા શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે.શિક્ષણ વિભાગના આદેશ અનુસાર એકશન પ્લાન તૈયાર કરીને એ મુજબ શિક્ષણકાર્ય હાથ ધરીને શાળાની પ્રથમ કસોટીના પરિણામની સમિક્ષા કરવા પણ ફરમાન કરાયુ છે.સમિક્ષાના અંતે પરિણામ અપેક્ષા મુજબનુ નહી આવે તો શિક્ષણ વિભાગ દ્વારા આચાર્ય કે શિક્ષકોના ઈજાફા અટકાવાની કાર્યવાહી કરવાના એંધાણ સાંપડી રહ્યા છે.

ધો-૧૦ અને ધો-૧૨ની પરીક્ષામા ૩૦ ટકાથી ઓછુ પરિણામ લાવનારી શાળાઓના શિક્ષક અને આચાર્યનો ચોથા વર્ષનો એક વર્ષનો ઈજાફો ભવિષ્યની અસર વિના અટકાવવા માટેનો શિક્ષણ બોર્ડ દ્વારા પરિપત્ર કરાયો છે. આ પરિપત્રમાં જણાવ્યા અનુસાર, અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓનુ ધો-૧૦ અને ધો-૧૨ની બોર્ડની જોહર પરીક્ષાનુ પરિણામ સતત ત્રણ વર્ષ સુધી ત્રીશ ટકા કરતા ઓછુ આવે તો તે શાળાના આચાર્ય અને વિષય શિક્ષકોના ચોથા વર્ષનો એક વર્ષનો ઈજાફો ભવિષ્યની અસર વિના અટકાવાનો રહેશે. આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર વિનિયમો-૧૯૭૪ના વિનિયમ ૨૭, ૨૭ (અ) તથા હેઠળના પરિશિષ્ટ એકમાં જણાવ્યા મુજબની કાર્યપધ્ધતિને અનુસરવાની રહેશે.ઉલ્લેખનીય છેકે, ભાવનગર જિલ્લાની ત્રણ હાઈસ્કૂલનુ ધો-૧૦ અને ધો-૧૨ની પરીક્ષાનુ સતત ત્રણ વર્ષથી ત્રીસ ટકાથી નીચુ પરિણામ આવતા ચોંકેલા શિક્ષણ વિભાગે શાળાઓને એકશન પ્લાન તૈયાર કરવાનો આદેશ આપ્યો છે.

એકશન પ્લાન તૈયાર કરવાનો રહેશેઃ ડીઈઓ

આ અંગે ડીઈઓ એ.બી.પ્રજાપતિએ જણાવ્યુ હતુ કે,સતત ત્રણ વર્ષથી બોર્ડની પરીક્ષામાં ત્રીશ ટકાથી ઓછુ પરિણામ લાવનારી શાળાને એકશન પ્લાન તૈયાર કરવા તાકીદ કરાઈ છે.

;