ત્રાપજ બંગલા પાસે કાર-ડમ્પર વચ્ચે અકસ્માતમાં એકનું મોત : બે ગંભીર - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • ત્રાપજ બંગલા પાસે કાર-ડમ્પર વચ્ચે અકસ્માતમાં એકનું મોત : બે ગંભીર

ત્રાપજ બંગલા પાસે કાર-ડમ્પર વચ્ચે અકસ્માતમાં એકનું મોત : બે ગંભીર

 | 1:57 am IST

(સંદેશ બ્યુરો)          તળાજા, તા.૯

તળાજા-ભાવનગર નેશનલ હાઈવે આજ સવારે ફરીને ગોઝારી બન્યો હતો. ત્રાપજ બંગલા નજીક આવેલ પેટ્રોલપંપ સામેજ કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ભાવનગર ખાતે રહેતા અલંગ શીપ યાર્ડના અગ્રણી વેપારીનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજયું હતું. કાર ચાલક અને સાથી એક વેપારીને ગંભીર ઈજાઓ સાથે ભાવનગર ખસેડવામા આવેલ છે. અગ્રણી વેપારીના અકાળે નિધનને લઈ શોકની કાલીમા છવાઈ ગઈ હતી.

અલંગ પોલીસના જણાવ્યા પ્રમાણે અલંગ-સોસીયા શિપ બ્રેકીંગ યાર્ડના વેપારી વિજયભાઈ બટુકભાઈ ભટ્ટ (ઉ.વ.પ૦) રહે.ભાવનગર નિત્યક્રમ મુજબ પોતાની અર્ટીકા કાર નં.જીજે-૦૪-સીઆર-૬૮ર૦માં અલંગના સાથી વેપારી મિત્ર કાનજી ધરમશીભાઈ ઈટાળીયા રહે.ભાવનગરમા બેસી અલંગ પોતાના વ્યવસાય અર્થે આવી રહ્યા હતા. કાર શૈલેષભાઈ જાની ચલાવતા હતા. દરમિયાનમાં ૮ઃ૩૦ ના સુમારે ત્રાપજ બંગલા નજીક પેટ્રોલપંપ પાસેથી પસાર થઈ રહી હતી તેવા સમયે કપચી ભરેલા ડમ્પર ટ્રક નં. જીજે-૪એટી-ર૪૪૭ સાથે અકસ્માત સર્જાયો હતો. બન્ને વાહનો એ હવે ટકરાયા કે કારનો બુકડો બોલી ગયો ડમ્પર પલટી મારી ગયુ જેના કારણે કારમાં બેસેલ ત્રણેય મુસાફરોને ગંભીર ઈજા થવા પામેલ જેમાં વિજયભાઈ બટુકભાઈ ભટ્ટનું સ્થળ પર જ કમકમાટીભર્યું નિધન થયુ હતું.  અકસ્માતના પગલે ઘડાકો થતા રાહદારીઓ આસપાસના સેવાભાવીઓએ કારમાં ફસાયેલ ઈજાગ્રસ્તોને બહાર કાઢી ભાવનગર સારવાર માટે ખસેડવામાં આવેલ હતી. કાનજીભાઈ ઈટાળીયાએ ડમ્પરના અજાણ્યા ચાલક વિરુધ્ધ અકસ્માત સર્જી ઈજાઓ પહોંચાડી, સાહેદનું મોત નિપજાવ્યાની અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મૃતક વિજયભાઈ ભટ્ટ મણાર ગામના રહેવાસી હતા તેઓ તળાજા માર્કેટીંગ યાર્ડના ડિરેકટર રાજનભાઈ ભટ્ટ તથા જિલ્લા ભાજપના આગેવાન જીતુભાઈ ભટ્ટના પીતરાઈ ભાઈ થાય છે.   શિપ બ્રેકરો અને શિપનો માલ ખરીદતા વેપારીઓમાં મૃતક સારા વ્યક્તિની લોકચાહના ધરાવતા હોય સવારે અકસ્માતના સમાચાર સાંભળી વેપારી વર્ગ અને પાલીવાલ સમાજમા હરેરાટી ફેલાઈ ગઈ હતી. મણાર ખાતે અંતિમ વિધી સમયે પણ આખો દિવસ વેપાર-ધંધા બંધ રાખી વેપારીઓ, ગ્રામજનો સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.