ત્રાલસા ગામે શાળાને વાલીઓની તાળાબંધી - Sandesh
  • Home
  • Baroda
  • ત્રાલસા ગામે શાળાને વાલીઓની તાળાબંધી

ત્રાલસા ગામે શાળાને વાલીઓની તાળાબંધી

 | 3:42 am IST

અનિયમિત શિક્ષકોના મુદ્દે

પાલેજ ઃ ભરૃચ તાલુકાના ત્રાલસા કોઠી ગામમાં આવેલી શાળાને બુધભરૃચ તાલુકાના ત્રાલસા કોઠી ગામમાં આવેલી શાળામાં છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની અનિયમિત હાજરીના કારણે શાળામાં અભ્યાસ પ્રાપ્ત કરતા બાળકોનું શિક્ષણ કથળી રહ્યુ હતુ અને બાળકોના ભાવિ ઉપર ગંભીર અસરો પડી રહી હતી. વાલીઓએ શિક્ષકોની અનિયમિતતા બાબતે વારંવાર સંબંધિઓને રજુઆત કરવા છતાં આજદીન સુધી કોઈ નિરાકરણ ન આવતા વાલીઓએ આખરે ન છુટકે શાળાને તાળાબંધી કરી શાળાના મુખ્ય ગેટને તાળુ મારી દઈ ઉગ્ર વિરોધ વ્યકત કર્યો હતો.

આ બાબતે ત્રાલસા કોઠી ગામના સરપંચ સાથે થયેલી ટેલીફોનીક વાતચીતમાં તેઓએ જણાવ્યુ હતુ કે, શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકો અનિયમિત બનતા જેનો સીધો ભોગ શાળામાં અભ્યાસ કરતા બાળકો બની રહ્યા છે અને શિક્ષકો વચ્ચે સંકલનના અભાવે બાળકોના અભ્યાસ પર ગંભીર અસરો પડી રહી છે તો આ સમસ્યાનો વહેલી તકે સંબંધિતો દ્વારા સુખદ ઉકેલ લાવવા સરપંચ દ્વારા જણાવાયુ હતુ.

;