ત્વચાને સુંવાળી રાખતાં ઘરેલુ ઉપાય   - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • ત્વચાને સુંવાળી રાખતાં ઘરેલુ ઉપાય  

ત્વચાને સુંવાળી રાખતાં ઘરેલુ ઉપાય  

 | 12:30 am IST
  • Share

ત્વચાને સુંવાળી રાખવાનું કાર્ય અઘરું તો સહેજ પણ નથી. સમયના અભાવના કારણે આપણે તે કરી શકતાં નથી, થોડો સમય કાઢીને ત્વચાને સુંવાળી કરવા જો ઘરે જ ઉપાય કરવામાં આવે તો સલોનનો અઢળક ખર્ચ બચી જશે.   

? મૂળાના રસમાં થોડું દહીં મિક્સ કરીને હાથ, પગ અને ચહેરાની ત્વચા પર લગાવવાથી ત્વચા સુંવાળી બનશે.  

? સ્નાન કરતી વખતે પાણીમાં એક આખું લીંબુ નીચોવીને સ્નાન કરવાથી શરીરની ત્વચા ચમકીલી તથા સુંવાળી બને છે.  

? શિયાળામાં સ્કિન ડ્રાયનેસની અને ડલનેસની સમસ્યામાં તલના તેલથી માલિશ કરીને નહાવાથી આ બંને સમસ્યા દૂર થઇ જશે.  

? શરીરની ચામડી ઉપર કરચલીઓ દેખાવા લાગી હોય તો કાકડીને ખમણીને તેનો રસ લગાવવાથી કરચલીઓ દૂર થઇ જશે.  

? ચહેરાનો ટોન અનઇવન થઇ ગયો હોય, ખીલના ડાઘ પડી ગયા હોય તો સંતરાંની છાલને સૂકવી તેને ક્રશ કરીને તેના પાઉડરની અંદર ગુલાબજળ મિક્સ કરી ચહેરા ઉપર લગાવવું. આ પેસ્ટને અડધો કલાક રાખી ઠંડા પાણીથી સાફ કરવાથી ત્વચાનો ટોન બદલાશે તેમજ ડાઘ દૂર થઇ જશે. 

? દૂધ સાથે દિવેલને સરખે ભાગે મિક્સ કરી ચામડી પર લગાવવાથી કરચલીઓ દૂર થાય છે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો