થુવાવી  હાઇસ્કૂલના છાત્રો જૂડોની સ્પર્ધામાં અગ્રેસર - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • થુવાવી  હાઇસ્કૂલના છાત્રો જૂડોની સ્પર્ધામાં અગ્રેસર
 | 3:17 am IST

૧૨ વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યો

। થુવાવી ।

જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી વડોદરા ગ્રામ્ય દ્વારા આયોજિત અન્ડર-૧૯ જિલ્લા કક્ષાની સ્પર્ધા ડી.કે. પટેલ સાર્વજનિક હાઇસ્કૂલ થુવાવી મુકામે તા. ૧૨ને મંગળવારના રોજ યોજવામાં આવી આ જિલ્લા કક્ષાની શાળાકીય જૂડોની સ્પર્ધાનું ઉદ્ઘાટનમાં કેળવણી મંડળના પ્રમુખ પટેલ કિરીટભાઇ તથા મંત્રી રમેશભાઇ પટેલ તથા ઉપપ્રમુખ ભાવેશભાઇ આવેલ ખેલાડીઓનું સ્વાગત તથા રમતગમત સ્પર્ધામાં ઉત્સાહ વધે તે માટેનું પ્રવચન આપ્યું.

રમત ગમત સ્પર્ધામાં બધા જ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આ સ્પર્ધાને સફળ બનાવી તેમાં શાળા

ડી.કે. પટેલ સાર્વ. હાઇસ્કૂલ થુવાવીના કુલ ૧૨ વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ, દ્વીતીય નંબર મેળવી સિલ્વર મેડલ કુલ ૮ તથા તૃતીય નંબર મેળવી કુલ ૧૩ વિદ્યાર્થીઓએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો અને શાળાનુ નામ રોશન કરી ગૌરવ અપાવ્યું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;