દબંગ-3માં પાંડેજીની રજ્જો બદલવામાં આવી, નવી રજ્જોનું નામ જાણવા કરો ક્લિક - Sandesh
  • Home
  • Entertainment
  • દબંગ-3માં પાંડેજીની રજ્જો બદલવામાં આવી, નવી રજ્જોનું નામ જાણવા કરો ક્લિક

દબંગ-3માં પાંડેજીની રજ્જો બદલવામાં આવી, નવી રજ્જોનું નામ જાણવા કરો ક્લિક

 | 8:38 pm IST

માહિતી પ્રમાણે દબંગ-3માં સોનાક્ષીને ફરી લેવામાં આવી નથી. તેના બદલે બોલિવુડની બીજી હિરોઈનનું નામ ચર્ચાઈ રહ્યું છે. ચર્ચા પ્રમાણે સલમાનની નવી રજ્જો પરિણીતી ચોપડા હશે. કહેવામાં આવી રહ્યું છે કે દબંગ-3માં પ્રોડ્યુસર અરબાઝે સલમાન ઓપોઝિટ પરિણીતાને ફાઈનલ કરી લીધી છે. એટલે કે રજ્જો બનવા માટે તૈયાર પરિણીતીને મળી ગયો છે સલમાનનો સાથ. આ વાત પરિણીતી માટે સપનુ સાકાર થયું હોય તેવી છે. સુલ્તાન ફિલ્મના સમયથી જ કહેવામાં આવે છે કે પરિણીતીએ આરફાના રોલ માટે જબરદસ્ત લોબિંગ કર્યું હતું, પરંતુ તે સમયે જે વાત ન બની તે આ વખતે બની ગઈ.

જો કે પરિણીતા માટે આ રોલ મેળવવા જુની રજ્જો ઉર્ફ સોનાક્ષીનો હાથ ઓછો નથી.  નોંધપાત્ર છે કે દબંગથી બોલિવુડમાં એન્ટ્રી કરનારી સોનાક્ષીના તેવરથી જ અરબાઝ અન સલમાન નારાજ છે. તેવામાં સોનાક્ષી માટે દબંગ-3માં એન્ટ્રી કરવી અશક્ય હતી.