દમ મારો દમનું કાઉન્ટર કલ્ચર - Sandesh
1.6M
1M
1.7M
APPS

દમ મારો દમનું કાઉન્ટર કલ્ચર

 | 3:00 am IST
  • Share

આરડીએ ‘ફૂલો કા તારોં કા’ અને ‘રામ કા નામ બદનામ ના કરો’ જેવાં મધુર ગીતો તો બનાવ્યાં, પણ દેવને એક એવું ગીત જોઈતું હતું જે ‘રામ કા નામ બદનામ ન કરો’ પહેલાં આવે અને જે અધ્યાત્મના નામે ગાંજા-ચરસને ફિલોસોફિકલ રંગ આપે

દેવ આનંદે 1971માં ‘હરે રામા હરે કૃષ્ણા’ ફ્લ્મિ બનાવી હતી, ત્યારે તેમને કલ્પના નહીં હોય કે તે 70ના દાયકાના સમાજમાં ડ્રગ્સના જે દૂષણ સામે આંગળી ચીંધતા હતા, એક દિવસ તેમની જ બોલિવૂડ બિરાદરી ‘દમ મારો દમ’ કરતી હશે. આજે કોઈ દેવ આનંદ હોય, તો તે નેપાળના કાઠમંડુની ડ્રગ્સ પાર્ટી પર ફ્લ્મિ ન બનાવે. ડ્રગ્સની એ સંસ્કૃતિ સરહદ ઓળંગીને આપણા મહાનગરની સંસ્કૃતિમાં એવી ભળી ગઈ છે કે એ બોલિવૂડ ખુદની વાર્તા પણ હોઈ શકે.

એક વર્ષ પહેલાં, 1970માં મનોજ કુમારે ‘પૂરબ ઔર પિૃમ’માં ભારતીય યુવાપેઢીમાં પિૃમની સંસ્કૃતિના વધતા આકર્ષણ પર વ્યંગ કર્યો હતો. તેમાં મનોજ ‘ભારત’ કુમારનો અભિગમ બહુધા ઉપદેશાત્મક હતો. દેવ આનંદનો અભિગમ, તેમના વ્યક્તિત્વ મુજબ, ફ્લેમબોયંટ ને ગ્લેમરસ હતો.

‘હરે રામા હરે કૃષ્ણા’ એ રીતે સીમાચિહ્ન રૂપ ફ્લ્મિ હતી. 70ના દાયકાના ભારતમાં પિૃમની પ્રતિ-સંસ્કૃતિ (કાઉન્ટર કલ્ચર)નો પ્રભાવ વધવા લાગ્યો હતો. પિૃમમાં ત્યારે પ્રવર્તમાન સામાજિક વ્યવસ્થા સામે નવી પેઢીનો એક વિદ્રોહ આવ્યો હતો. એ પેઢી એ બધું જ કરતી હતી, જેની તેને ના કહેવામાં આવતી હતી.

ભારતમાં એ વખતની શહેરી યુવાપેઢીને પહેલી વાર ‘જિન્સ’ પેન્ટનો પરિચય થયો હતો અને તે સરળતાથી અહીં મળતાં ન હતાં. વિદેશી પ્રવાસીઓની ચીજવસ્તુઓ સ્થાનિક યુવાનોમાં લોકપ્રિય હતી. અમેરિકામાં હિપ્પી યુવાનોનું કાઉન્ટર-કલ્ચર શરૂ થયું હતું. ભૌતિક સુખથી ઉબાઈ ગયેલી આ પેઢીના લોકો આંતરિક સુખ અને શાંતિની તલાશમાં ભારત જેવા પૌરાણિક દેશો તરફ્ વળ્યા હતા.

તેમના માટે ગાંજો ફ્ૂંકતા બાવાઓ આધ્યાત્મિક તાકાતનું પ્રતીક હતા. હિપ્પીઓ તેમની સાથે ડ્રગ્સ લેતા આવ્યા હતા. દેવ આનંદે આ વિષય પર હરે રામા હરે કૃષ્ણ ફિલ્મ બનાવી હતી. મૂળે તે 1968ની અમેરિકન ફ્લ્મિ ‘સાઈક-આઉટ’થી પ્રેરિત હતી. એ ફ્લ્મિમાં જેની નામની એક બહેરી છોકરી તેના ગુમ થઇ ગયેલા ભાઈની શોધમાં, સાન ફ્રાંસિસ્કોના હિપ્પીઓથી ભરેલી એક જગ્યાએ જઈ ચઢે છે અને ડ્રગ્સ ફ્ૂંકતી મ્યુઝિક બેન્ડની સભ્ય બની જાય છે.

દેવ આનંદે આ વાર્તાને ઉલટાવી દીધી. તેમણે મોન્ટ્રીયલથી ઘર છોડીને હિપ્પીઓ સાથે નેપાળ ભાગી ગયેલી છોકરી જસબીર ઉફ્ર્ે જાનિસ (ઝિનત અમાન)ની શોધમાં નીકળેલા તેના ભાઈ પ્રશાંત પર વાર્તા બનાવી. દેવ આનંદના કહેવા પ્રમાણે તેઓ નેપાળ ગયા હતા ત્યારે હિપ્પીઓના એક અડ્ડામાં એક ઘઉંવર્ણી છોકરીને જોઈ હતી. ગોરા હિપ્પીઓ વચ્ચે એક ભારતીય છોકરીને જોઇને તેમને આૃર્ય થયું હતું અને તેમની હોટેલના એક બારમેનની મદદથી છોકરીનો પત્તો લગાવ્યો હતો.

તેમની આત્મકથામાં દેવ લખે છે કે તેનું નામ જસબીર હતું. મોન્ટ્રીયલમાં તેનાં માતા-પિતા છૂટાં પડી ગયાં હતાં. તેની માતા મોન્ટ્રીયલમાં રહેતી હતી અને તેનો પિતા પંજાબમાં હતો. જસબીર વિદ્રોહી હતી. તે માના ઘરમાંથી ચોરી કરીને હિપ્પીઓની ટોળીમાં સામેલ થઇ ગઈ હતી અને ગાંજો ફ્ૂંકતી જાનિસ બની ગઈ હતી.

દેવ આનંદને જસબીરમાંથી જાનિસ બનવાની આ વાર્તામાં ફ્લ્મિનો પ્લોટ દેખાયો. તેમણે મનોમન ટાઈટલ પણ નક્કી કરી નાખ્યું હતું; હરે રામા હરે કૃષ્ણા, કારણ કે આ બધા હિપ્પીઓ ઈશ્વરને યાદ કરીને ગાંજો ફ્ૂંકતા હતા. કાઠમંડુમાં છેલ્લા દિવસે દેવ રાજા મહેન્દ્રને મળવા ગયા હતા અને વાતવાતમાં કહ્યું કે મારા મનમાં એક વાર્તા રમે છે, તમે કાઠમંડુમાં શૂટિંગ કરવાની પરવાનગી આપવાના હો તો હું તૈયારી કરું.

રાજાએ મદદ કરવાની હા પાડી એટલે દેવ આનંદે યોજના આગળ વધારી. દેવની જ ફ્લ્મિ ‘હમ દોનોં’ના નિર્દેશક અમરજિતની એક પાર્ટીમાં તેમને ‘જાનિસ’ મળી. ઝિનત અમાન ત્યારે મિસ એશિયા બની હતી અને બોલિવૂડમાં ચક્કર કાપતી હતી. પાર્ટીમાં તેણે જે રીતે સિગારેટ સળગાવી હતી તે જોઈને દેવે મન બનાવ્યું કે આ જ મારી હિરોઈન છે.

દેવ લખે છે, ‘હું સિગારેટ ક્વચિત્ જ પીતો હતો, પણ તે દિવસે ઝિનતે મને ઓફ્ર કરી અને મેં મોઢામાં સિગારેટ મૂકી. હું તેને તાકી રહ્યો હતો અને તેણે ચપટી વગાડતી હોય તેમ લાઈટર સળગાવ્યું અને મારી આંખોમાં આંખો નાખીને કહ્યુંઃ ‘આઈ એમ યોર જાનિસ, દેવ.’

ઝિનતને પસંદ કરવાનું એક કારણ એ હતું કે દેવ આનંદની બહેનની ભૂમિકા કરવા કોઈ મોટી હિરોઈન તૈયાર ન હતી. મુમતાઝને તેનો અફ્સોસ કાયમ રહી ગયો, કારણ કે તેણે જાનિસની ભૂમિકા માટે ના પાડીને શાંતિ (જે ટેક્નિકલી ફ્લ્મિની હિરોઈન છે)ની ભૂમિકા સ્વીકારી હતી. ઝિનત મુમતાઝ જ નહીં, બધી હિરોઈનો પર ભારે પડી. ભારતીય સિનેમાપ્રેમીઓએ આવી ગ્લેમરસ અને બિન્ધાસ્ત હિરોઈન પહેલાં જોઈ ન હતી. ઝિનત જાણે તેમના સપનાંની દેવી હતી અને તેનું ‘દમ મારો દમ…’ ગીત જાણે ભજન હતું! ઝિનત અને એ ગીત રાતોરાત યુવાપેઢી પર છવાઈ ગયું.

‘હરે રામા હરે કૃષ્ણા’ની સફ્ળતામાં બીજો મોટો હાથ તેના સંગીતનો હતો. પાંચે-પાંચ ગીતો અત્યંત કર્ણપ્રિય હતાં. ‘કાંચી રે કાંચી રે…’ એકદમ નેપાળી ટયૂનનું નવતર ગીત હતું. ‘ફ્ૂલો કા તારોં કા’ ભાઈ-બહેનના રાષ્ટ્રગાનસમાન હતું અને રક્ષાબંધન પર આજેય એટલું જ વાગે છે. એ બધામાં મુગટ સમાન હતું ‘દમ મારો દમ…’

એવું કહેવાય છે કે દેવ આનંદે ફ્લ્મિ માટે સચિન દેવ બર્મનનો સંપર્ક કર્યો હતો. બર્મન’દાને પહેલાં એવું લાગ્યું કે આ કોઈ પૌરાણિક ર્ધાિમક ફ્લ્મિ છે. દેવ આનંદની નવકેતન ફ્લ્મ્સિમાં પણ ઘણા લોકોને એવું લાગ્યું હતું. દેવ આનંદે જ્યારે વિષય સમજાવ્યો તો બર્મન’દાનો સંસ્કારી આત્મા કકળી ઊઠયો. ‘હરે રામા હરે કૃષ્ણા’ની શરૂઆતના પ્લોટમાં એવી વાર્તા હતી કે પ્રશાંત (દેવ આનંદ) જાનિસ નામની હિપ્પી છોકરીના પ્રેમમાં પડે છે અને પાછળથી તેને જાણ થાય છે કે આ તો તેની જ ગાયબ થઇ ગયેલી બહેન છે.

બર્મન’દા આવા કૌટુંબિક વ્યભિચારના આઈડિયાથી નારાજ થઇ ગયા. દેવ આનંદે તેમના સંતોષ માટે કહ્યું કે હું શાંતિ (મુમતાઝ) નામની છોકરીને વાર્તામાં લાવીશ અને હીરો તેને રોમાન્સ કરશે, પણ બર્મન’દાને ડ્રગ્સ અને ભાઈ-બહેનનો આખો વિષય જ માફ્ક ન આવ્યો. એવું કહેવાય છે સિનિયર બર્મને પછી દીકરા આર.ડી.બર્મનનું નામ સૂચવ્યું. બર્મન’દાને જે વિષય ગમ્યો ન હોય તેના માટે તેમણે દીકરા પાસે સંગીત કરાવવાનું કેવી રીતે સૂચવ્યું હશે તે વિચારવા જેવો પ્રશ્ન છે, પરંતુ આરડીએ ‘ગંદી’ ફ્લ્મિનું સંગીત આપવામાં જરાય કચાશ ન છોડી.

આરડીએ ફ્ૂલો કા તારો કા… અને રામ કા નામ બદનામ ના કરો…જેવાં મધુર ગીતો તો બનાવ્યાં, પણ દેવને એક એવું ગીત જોઈતું હતું જે રામ કા નામ બદનામ ન કરો… પહેલાં આવે અને જે અધ્યાત્મના નામે ગાંજા-ચરસને ફ્લિોસોફિકલ રંગ આપે.

બર્મને ગીતકાર આનંદ બક્ષીને કહ્યું કે રામ કા નામ બદનામ ના કરો… શરૂ કરવા માટે એકાદ લાઈન આપો. બક્ષીએ ત્યારે બોલચાલની ભાષામાંથી ‘દમ મારો દમ મીટ જાયે ગમ…’ શબ્દો એમાં જોડયા. બર્મને એની ધૂન એવી બનાવી કે તેણે દેવ આનંદને અલગથી આખું ગીત રચવાનું કહ્યું. દેવ આનંદને શરૂઆતમાં આ ગીત પસંદ આવ્યું ન હતું, કારણ કે ગીત હળવુંફ્ૂલ હતું અને બીજો ડર વિવાદ થવાનો પણ હતો, પરંતુ બર્મન અને બક્ષીને વિશ્વાસ હતો કે ગીત હિટ જશે.

ફ્લ્મિમાં દેવ આનંદે આખું ગીત શૂટ નથી કર્યું. અડધું ગીત ઝિનત પર છે અને અડધા ભાગમાં ‘દેખો ઓ દીવાનોં’ ખુદના પર છે. જોકે, લોંગ પ્લે રેકોર્ડમાં આખું ગીત મૂકવામાં આવ્યું હતું. આર. ડી. બર્મન પરના પુસ્તક ‘ધ મેન, ધ મ્યુઝિક’માં લખ્યા પ્રમાણે બહેન ગીત ગાતી હોય ત્યારે જ ભાઈનો પ્રવેશ થાય છે એટલે ‘દમ મારો દમ’ ટૂંકાવ્યું હતું.

શરૂઆતમાં આ ગીત ઉષા ઉથુપ્પ અને લતા મંગેશકર ગાવાનાં હતાં. ઉષા બગડી ગયેલી છોકરી માટે ગાય અને લતા સારી છોકરી માટે! કદાચ પંચમ સાથેની દોસ્તી કારણ હોય કે લતાના અવાજ અંગે પુર્નિવચાર થયો હોય, છેવટે આખું ગીત આશા ભોસલેએ ગાયું. ગીતના કોરસમાં ઉષાનો અવાજ છે.

બર્મન’દાને ભારતની યુવાપેઢીને ઘેલું લગાડનાર એમના દીકરાનું આ સૌથી લોકપ્રિય ગીત કેવું લાગ્યું હતું? ‘એસ.ડી. બર્મનઃ ધ વર્લ્ડ ઓફ્ હિઝ મ્યુઝિક’ પુસ્તકમાં લેખક ખંગેશ દેવ બર્મન લખે છે, ‘સ્ટુડિયોમાં દમ મારો દમનું રેર્કોિંડગ સાંભળીને એ દિગ્મૂઢ થઇ ગયા હતા. તેઓ નિરાશ થઇ ગયા હતા. તેમને લાગ્યું હતું કે જે દીકરાને તેમણે બાળપણથી સંગીત શિખવાડયું હતું અને જે તેમની વિરાસત આગળ ધપાવાનો હતો તેણે બાપને ત્યજી દીધો હતો. એ ગીતમાં સાંસ્કૃતિક વિરાસતનો ત્યાગ હતો? એમાં બાપનો અસ્વીકાર હતો? રાહુલે તેના પિતાને સ્ટુડિયોની બહાર ધીમે ધીમે ચાલતાં જતાં જોયા. તેમનું માથું ઝૂકેલું હતું. એવી લાગતું હતું જાણે એક પરાજિત રાજા યુદ્ધમાંથી પારોઠનાં પગલાં ભરી રહ્યો હતો.’       

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો