દરિયાપુરમાં વીજચેકિંગનું મેગા સર્ચ ઓપરેશન : પોલીસ-વીજ ટીમ પર પથ્થરમારો - Sandesh
  • Home
  • Ahmedabad
  • દરિયાપુરમાં વીજચેકિંગનું મેગા સર્ચ ઓપરેશન : પોલીસ-વીજ ટીમ પર પથ્થરમારો

દરિયાપુરમાં વીજચેકિંગનું મેગા સર્ચ ઓપરેશન : પોલીસ-વીજ ટીમ પર પથ્થરમારો

 | 4:08 am IST
  • Share

દરિયાપુરમાં વીજચોરી કરતા 18 લોકો સામે ફરિયાદ નોંધાઇ : પરિસ્થિતિ વણસતાં દિલ્હી ચકલાથી દરિયાપુર તરફ જવાનો રસ્તો બંધ કરાયો

JCP, DCP,, 2 ACP સહિત પોલીસના 200 અને ટોરેન્ટના 100 મળીને 300 અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે

સમગ્ર મામલો થાળે પાડવા સ્થાનિક નેતાની મદદ લેવામાં આવી : ટોરેન્ટના ચાર અને પોલીસના ત્રણ કર્મી ઘાયલ

શહેરમાં વીજચોરી મામલે દરિયાપુર વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ સર્ચ દરમિયાન ટોરેન્ટના કર્મચારીઓ અને પોલીસ પર સ્થાનિક લોકોએ ઉશ્કેરાઈ જઈને હુમલો કર્યો હતો. જેમાં ટોરેન્ટના ચાર કર્મચારીઓ અને પોલીસના ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવની જાણ થતા અન્ય પોલીસનો કાફલો બોલાવાની ફરજ પડી હતી. જો કે અત્યાર સુધી પોલીસે વીજચોરી કરતાં 18 લોકો સામે ફરિયાદ નોંધી છે. તેમજ હજુ પણ કાર્યવાહી ચાલી રહી છે. દરિયાપુરમાં પથ્થરમારાની ઘટનાનો વિવાદ વકરતાં વધુ પોલીસને ઘટના સ્થળે ઉતારી દેવામાં આવી છે. 10 પોલીસ સ્ટેશનના ઁૈં, ત્નઝ્રઁ, ડ્ઢઝ્રઁ, 2 છઝ્રઁ સહિતના 200 પોલીસ અધિકારીઓ અને 100 ટોરેન્ટના અધિકારીઓ સહિત 300 અધિકારી-કર્મચારીઓના કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. મામલો થાળે પાડવા માટે સ્થાનિક નેતાઓની મદદ લેવામાં આવી છે. જેથી સ્થાનિક નેતાઓની દરમિયાનગીરીના કારણે હાલ તો પરિસ્થીતિ કાબૂમાં લેવાઇ છે.જો કે જે લોકો વીજચોરી કરતા હશે તે તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પથ્થરમારાના પગલે પરિસ્થિતિ વણસી જતા અતિ સંવેદનશીલ એવા દરિયાપુર જવા માટે દિલ્હી ચકલાથી દરિયાપુર તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. 

દરિયાપુરમાંથી વીજચોરીનુંુ મસમોટુ રેકેટ ચાલી રહ્યું હોવાની માહિતી ટોરેન્ટના અધિકારીઓને મળી હતી. જેના પગલે વીજચોરી સંદર્ભે મેગા સર્ચ હાથ ધરાયું હતું. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, દરિયાપુર વિસ્તારમાં કેટલાક લોકો વીજ ચોરી કરતા હોવાની જાણ ટોરેન્ટ વિભાગને થઇ હતી. તેની સાથે આ વિસ્તારમાં વીજચોરી સંદર્ભે સર્ચ કરવા માટે તેમણે પોલીસની મદદ માંગી હતી. તેમજ મોટા પ્રમાણમાં વીજચોરીને પકડવા માટે ખાસ સર્ચ હાથ ધર્યું હતું. આજે સવારે દરિયાપુર વિસ્તારમાં આવેલી નગીના પોળ અને તેની આસપાસના વિસ્તારમાં ટોરેન્ટની ટીમ પોલીસ સાથે સર્ચ કરવા માટે ગઇ હતી. વીજ ચોરીના સર્ચ દરમિયાન સ્થાનિક લોકો ઉશ્કેેરાઈ ગયાં હતાં. આ દરમિયાન કેટલાક લોકોએ તેમના પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ટોરેન્ટના ચાર અને પોલીસના ત્રણ જવાનને ઇજા પહોંચી હતી. પોલીસ પર હુમલો થવાની જાણ થતા વધુ કાફલો મોકલાયો હતો.

આ અંગે ઝોન-4ના ડીસીપી રાજેશ ગઢીયાએ જણાવ્યંુ હતું કે, જે લોકો ગેરકાયદેસર કામ કરતા હશે તેમના સામે કાર્યવાહી કરવામાં આવશે તેમજ વીજચોરીની 18 ફરિયાદ નોંધાઇ છે, આ ઉપરાંત પણ જે લોકો વીજચોરી કરતા હશે તેમના સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવશે. પોલીસ કર્માચારીઓ ઉપર હુમલો થયાની વાત ખોટી છે. સ્થાનિક આગેવાનોએ વિનંતી કરી છે કે અહીંના રહીશો શાંતિપૂર્વક ટોરેન્ટના કર્મચારીઓને કામગીરી કરવા દેશે. તેમજ અસામાજિક તત્વો લોકોને ગેરમાર્ગે દોરીને વાતાવરણ ડહોળે નહીં તે હેતુથી સ્થાનિક આગેવાનોની માંગણીને માન્ય રાખવામાં આવી છે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો