દલિત અત્યાચારના વિરોધમાં મહુવા માહ્યાવંશી સમાજની રેલી - Sandesh
  • Home
  • Surat
  • દલિત અત્યાચારના વિરોધમાં મહુવા માહ્યાવંશી સમાજની રેલી

દલિત અત્યાચારના વિરોધમાં મહુવા માહ્યાવંશી સમાજની રેલી

 | 8:38 pm IST

રેલીમાં કોંગ્રેસી આગેવાનો પણ જોડાયા, મામલતદારને આવેદનપત્ર આપ્યું 

બારડોલી, તા. રર

શુક્રવારે મહુવા તાલુકા માહ્યાવંશી વિકાસ મંડળના કાર્યકરો ડો.અશોક રાઠોડ(કરચેલિયા), શૈલેષ માહ્યાવંશી (ભોરિયા), તરુણ વાઘેલા (કડોદ) ઉપરાંત મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના દલિત સમાજના લોકો સાથે કોંગ્રેસના જિલ્લા પંચાયત સુરતના વિરોધ પક્ષના નેતા વિપુલભાઈ પટેલ, માજી ધારાસભ્ય ઈશ્વરભાઈ વહીયા, પ્રકાશભાઈ મહેતા સહિતના લોકોએ ઉનાની ઘટનાનો વિરોધ કરતી રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યંુ હતું. આવેદનપત્રમાં એવી રજૂઆત થઈ છે કે, ઉના તાલુકામાં માથાભારે અસામાજિક તત્ત્વો દ્વારા ગરીબ દલિત સમાજના લોકો પર અત્યાચાર તથા જુલમ ગુજારવામાં આવે છે. આવા જુલ્મી અત્યાચારોને અમે અત્યંત સખત શબ્દોમાં વખોડી કાઢે છે તથા આવા અસામાજિક તત્વોની તાત્કાલિક ધરપકડ કરી સખત પગલા ભરવા તથા ઉના સમઢીયાળા ગામમાં રહેતા દલિત સમાજના પીડિતોને સત્વરે જરૂરી પોલીસ રક્ષણ આપવાની માંગણી છે.