દલિત અત્યાચાર વિરોધમાં ગારિયાધાર સતત બીજા દિવસે સજ્જડ બંધ રહ્યું - Sandesh
  • Home
  • Bhavnagar
  • દલિત અત્યાચાર વિરોધમાં ગારિયાધાર સતત બીજા દિવસે સજ્જડ બંધ રહ્યું

દલિત અત્યાચાર વિરોધમાં ગારિયાધાર સતત બીજા દિવસે સજ્જડ બંધ રહ્યું

 | 10:21 pm IST

ગારિયાધાર તા. ર૦

દલિત અત્યાચારના વિરોધમાં સતત બીજા દિવસે ગારિયાધાર સજ્જડ બંધ રહ્યુ હતુ. બજાર અને શાળા-કોલેજ બંધ કરાવવામાં આવ્યા હતા તેથી મામલતદારે શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી.  

ઊનાની ઘટનાને પગલે દલિત સમાજે આજે બુધવારે ગુજરાત બંધનુ એલાન આપ્યુ હતું. ગારિયાધારના દલિત સમાજે ગઈકાલે મંગળવારે રોષ વ્યકત કરી બજાર બંધ કરાવી હતી. આજે વેપારીઓએ સવારે દુકાનો ખોલી હતી પરંતુ ગુજરાત બંધના એલાનના પગલે દલિત સમાજે ગારિયાધારની બજાર અને શાળા-કોલેજ બંધ કરાવી હતી. જો કે, કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હોવાનુ જાણવા મળેલ છે. બંધના પગલે પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો.  

સતત બીજા દિવસે ગારિયાધાર બંધ રખાવવામાં આવતા મામલતદારે શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી અને દલિત અગ્રણીઓ સાથે વાતચીત કરી હતી. ઊનાની ઘટનાને પગલે દલિત સમાજમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે.