દલિત યુવકને મરવા મજબુર કરવાના કેસમાં પાંચેય ઝડપાતા મૃતદેહનો સ્વિકાર - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • દલિત યુવકને મરવા મજબુર કરવાના કેસમાં પાંચેય ઝડપાતા મૃતદેહનો સ્વિકાર

દલિત યુવકને મરવા મજબુર કરવાના કેસમાં પાંચેય ઝડપાતા મૃતદેહનો સ્વિકાર

 | 4:09 am IST
  • Share

ા પાલિતાણા ા

પાલિતાણાના કુંભણ ગામના દલિત યુવકે ગામના જ પાંચ શખસોના ત્રાસથી કરેલાં આપઘાતની નોંધાયેલી પોલીસ ફરિયાદના પગલે પાલિતાણા રૃરલ પોલીસે ગણતરીના સમયમાં જ પાંચ શખસોની અટક કરી તમામને જેલહવાલે કરાતાં વિવાદનો અંત આવ્યો હતો. જયારે, માંગણી સંતોષાતા પરિવારે મૃતદેહ સ્વિકારી લીધો હતો.જયારે, પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતકની અંતિમવિધિ થઈ હતી.

બનાવની વિગતએવી છે કે, પાલિતાણાના કુંભણ ગામે રહેતાં ૨૨ વર્ષીય દલિત યુવક રાહુલ નરશીભાઈ પડાયાએ ગત રવિવારના રોજ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવના પગલે મૃતકના ભાઈ મયુરભાઈ નરશીભાઈ પડાયાએ પાલિતાણા રૃરલ પોલીસ સ્ટેશનમાં કુંભણ ગામના જ ધીરૃ રવજી ચાંદપરા, હીરા ભગવાન ગઢીયા,ગણેશ સવજી વાઘાણી, રમેશ રવજી ચાંદપરા તથા રમેશ ઢોલાએ મૃતક વિરૃદ્વ પોલીસ સ્ટેશનમાં ખોટી અરજી આપી તેને માર મારવાની ધમકી તથા ત્રાસ આપતાં તેનાથી કંટાળી પોતાના ઘરે જાતેથી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે પાંચેય વિરૃદ્વ યુવકને ધમકી આપી મરવા મજબૂર કર્યાની તથા એટ્રોસિટી એક્ટ તળે ગુન્હો નોંધ્યો હતો.

આ તરફ, મૃતક દલિત યુવકના પરિવારજનો, સમાજના આગેવાનોએ જવાબદારોની અટકાયત ન થાય ત્યાં સુધી મૃતદેહનો સ્વિકારવાની ના પાડી દેતાં મામલો ગરમાયો હતો. અને પોલીસના સ્થાનિક સહિત ઉચ્ચ અધિકારીઓની પરિવારને સમજાવવાના તમામ પ્રયાસ નિષ્ફળ સાબિત થયા હતા.જો કે, પોલીસે ગત મધ્યરાત્રિથી લઈ વ્હેલી સવાર સુધીમાં પાંચેય શખસોની અટક કરી લીધી હતી. અને સાંજે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તમામને જેલહવાલે કરવા હુકમ કર્યો હતો. જયારે, માંગણી સંતોષાતા પરિવારે મૃતક દલિત યુવકનો મૃતદેહ સ્વિકાર્યો હતો અને કુંભણ ગામે પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતકની અંતિમવિધિ સંપન્ન થઈ હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો