દલિત સમાજના લોકોને મેં નથી કહ્યા લુખ્ખાઃ જયેશ રાદડિયા - Sandesh
  • Home
  • Rajkot
  • દલિત સમાજના લોકોને મેં નથી કહ્યા લુખ્ખાઃ જયેશ રાદડિયા

દલિત સમાજના લોકોને મેં નથી કહ્યા લુખ્ખાઃ જયેશ રાદડિયા

 | 8:08 pm IST

ઉના દલિત અત્યાચારની આગ સમગ્ર સૌરાષ્ટ્રમાં ભડકી રહી છે. સૌરાષ્ટ્રના જેતપુરના મુખ્યમાર્કેટમાં કેટલાક પ્રદર્શન કારીઓએ તોડફોડ કરી હતી. આ ઘટનામાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાડદિયાએ પોલીસનો ઉધડો લીધો હતો. રાદડિયાએ પોલીસને સમગ્ર ઘટનામાં જવાબદાર લુખ્ખાઓ અને પોલીસ સામે કડકમાં કડક પગલાં ભરવાનું જણાવ્યું હતું. જયેશ રાદડિયાના લુખ્ખા શબ્દ ઉપર પણ વિવાદ સર્જાયો હતો.

રાદડિયાના લુખ્ખા શબ્દ પ્રયોગ ઉપર એવી ચર્ચા ચાલી રહી હતી કે જયેશ રાદડિયાએ દલિત સમાજના લોકોને લુખ્ખા કહ્યા છે. આ અંગે sandesh.comએ જયેશ રાદડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમણે દલિત સમાજના લોકોને લુખ્ખા નથી કહ્યા. જેતપુરમાં દલિત સમાજની શાંતિપૂર્ણ રેલી નીકળી હતી. પરંતુ ત્યારબાદ કેટલાક લુખ્ખાતત્વોએ તોડફોડ કરી હતી. આવા લોકોને મેં લુખ્ખા કીધા છે.

વીડિયોમાં જયેશ રાદડિયાએ શું કીધું હતું?
વિડિયોમાં જયેશ રાડદિયા પોલીસને કહે છે કે  ‘બજારમાં મોબાઈલમાં વેપારીઓએ કેવી રીતે બનાવ બન્યો એ ઉતાર્યો છે. પત્રકારો પાસે પણ આ બધું છે. બજારમાં અલગ જગ્યાએ લગાડે સીસીટીવમાં પણ આવ્યું છે. એક વસ્તુ છે કે બાધું ભેગું કરીને હું કઉં છું જે બધા હોય એ લુખ્ખા હશે. એ બાધા સામે કડકમાં કડક રીતે કાર્યવાહી કરવાની એ સિવાયનો જે પોલીસનો સ્ટાફ અહીં ઊભો ઊભો જોતો હતો આ ઘટનાને અહીં ઊભો ઊભો જોતો હતો. એમની સામે પણ એક્સન લેવાનો. આ બધુ કમ્પિટ કરીને જેતપુરની અંદર લુખ્ખાગીરી નાબુદ કરવી પડશે. નહીંતર કાલ સવાર ઉઠીને કોઈ પોલીસ ઉપર ભરોશો નહીં કરે. આવો સ્ટાફ છે એ હું નામ જોગ આપીશે કે કોણ કોણ છે. જે પણ આકરામાં આકરી સજા થતી હોય એ લુખ્ખાઓને આપો અને સાથે સાથે પોલીસવાળાઓને આપવાની છે. આ પરિસ્થિતિનું નિર્માણ કરવામાં 50 ટકા સહભાગી છે એ લોકો. આજે નિર્દોષ લોકોને જવાનું ક્યાં. આ લોકોને કાલ સવારે દુકાનો ખોલવાની કે નહીં. રાતે એમને વ્યવસ્થિત રીતે ઘરે જવાનું કે નહીં. આવા લોકોની નામજોગ લઇ ફરિયાદ દાખલ કરો સાહેબ. હું ધારાસભ્ય તરીકે કહું છું કે આવા એકપણ લોકોને છોડવાના નથી ત્યાં સુધી હું અહીં જ પોલીસ સ્ટેશનમાં બેઠો છું. અહીં જ રહેવાનું છું આ લોકોના રક્ષણ કરવાની પોલીસ તરીકે તમારી અને ધારાસભ્ય તરીકે મારી છે. આ ઘટનામાં કડકમાં કડક કાર્યવાહી કરો હું આ લોકોની સાથે છું. આવા નિર્દોષ લોકો ભેગો હું છું. આ લુખ્ખાઓને પાડી દો. કડકમાં કડક સજા કરો’