દશાનન મંદિર : જેનાં દ્વાર વર્ષમાં ફક્ત એક વાર ખૂલે છે! - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Shraddha
  • દશાનન મંદિર : જેનાં દ્વાર વર્ષમાં ફક્ત એક વાર ખૂલે છે!

દશાનન મંદિર : જેનાં દ્વાર વર્ષમાં ફક્ત એક વાર ખૂલે છે!

 | 3:00 am IST
  • Share

આખા વર્ષમાં માત્ર એક જ વાર દશેરાના શુભ અવસરે દશાનન મંદિરના કપાટ દર્શનાર્થીઓ માટે ખૂલે છે

નવરાત્રીમાં નવ દિવસ ગરબે ઘૂમ્યાં પછી શ્રદ્ધાળુઓ માટે વિજયાદશમીનો દિવસ ઘણો અગત્યનો ગણાય છે. આ દિવસે મા દુર્ગાની પૂજા થાય છે. દશેરાના દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હોવાની કથા પણ જોડાયેલી છે. એટલે જ આ દિવસે ભારતમાં રાવણદહનની પ્રથા પ્રચલિત છે. દેશભરમાં ઠેકઠેકાણે લંકાનરેશ રાવણનું આદમકદનું પૂતળું બનાવડાવીને તેનું દહન કરવામાં આવે છે. આમ તો આપણે ત્યાં લોકો રાવણને દુષ્ટતાનું પ્રતીક માને છે. છતાં એક મંદિર એવું પણ છે જ્યાં લંકાપતિ રાવણની પૂજા થાય છે અને સેંકડો શ્રદ્ધાળુઓ તેનાં દર્શન માટે ઉમટી પડે છે.

વાત છે ઉત્તરપ્રદેશના કાનપુરના શિવાલામાં આવેલા દશાનન મંદિરની, જ્યાં રાવણની પૂજા થાય છે અને ભક્તજનો શ્રદ્ધાપૂર્વક રાવણને શક્તિના પ્રતીક રૂપે પૂજે છે. શ્રદ્ધાળુઓ અહીં રાઈના તેલનો દીવો પ્રગટાવીને રાવણ સમક્ષ મનોકામના પૂર્ણ કરવાની માનતા રાખે છે. મજાની વાત એ છે કે આ મંદિરનાં દ્વાર ભક્તો માટે આખા વર્ષમાં માત્ર એક વાર ખૂલે છે. મંદિરનો નિર્માણકાળ 147 વર્ષ જૂનો છે. એ વખતના એક પ્રસિદ્ધ મહારાજ ગુરુપ્રસાદે તેનું નિર્માણ કરાવ્યું હોવાનું કહેવાય છે. સન 1868માં ર્નિિમત આ મંદિર ભગવાન શિવના મંદિરની આગળ બનેલું છે. રાવણનું મંદિર આ રીતે શિવજીની બરાબર સામે હોવા પાછળ પણ એક તર્ક છુપાયેલો છે.

પૌરાણિક કથાનુસાર રાવણ ભગવાન શિવના અઠંગ ભક્ત હતા અને એ સમયના સૌથી જ્ઞાાની પુરુષ પણ હતા. તેમણે અનેક વર્ષો સુધી તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કરી તેમની પાસેથી ઈચ્છિત વરદાન મેળવ્યું હતું. કહેવાય છે કે શિવજીને પ્રસન્ન કરવા માટે રાવણે પોતાનાં દસેય મસ્તક તેમનાં ચરણોમાં અર્પણ કરી દીધાં હતાં. જેનાથી શિવજી પ્રસન્ન થયા હતા. આવા શિવભક્ત રાવણનું સ્થાન શિવજીની સામે હોય તે સ્વાભાવિક છે. આખા વર્ષમાં માત્ર એક વાર દશેરાના શુભ અવસરે આ મંદિરના કપાટ ખૂલે છે ત્યારે હજારોની ભીડ શિવભક્ત રાવણનાં દર્શન કરવા, તેમને રાઈના તેલનો દીવો કરવા માટે ઉમટી પડે છે.  

આ મંદિર ભગવાન શિવને સર્મિપત કૈલાશ મંદિરના પ્રાંગણમાં જ સ્થાપિત કરાયેલું છે જ્યાં મા દુર્ગાના 23 અવતારોની ર્મૂિતઓ પણ છે. ભગવાન શિવના પરમ ભક્ત હોવાને કારણે શક્તિના પ્રહરીના રૂપમાં કૈલાશ મંદિરના પરિસરમાં રાવણનું મંદિર બનાવવામાં આવ્યું હતું. એક માન્યતા મુજબ રાવણ પોતાની ભક્તિથી શિવજીને રિઝવનાર સૌથી પહેલા ભક્ત હતા અને તેમણે મા દુર્ગાની પણ પૂજા કરી હતી, જેના કારણે મંદિર પરિસરમાં રાવણને મા દુર્ગાના બધાં અવતારોના રક્ષક તરીકે સ્થાપિત કરાયા છે. રાવણનો જન્મ દશમીના દિવસે જ થયો અને મૃત્યુ પણ એ જ દિવસે થયેલું. એટલે જ દશાનન મંદિરમાં સાંજના સમયે દેશભરમાં રાવણદહનનો કાર્યક્રમ પૂર્ણ થઈ જાય એ પછી તરત મંદિરનાં દ્વાર આવતા એક વર્ષ માટે બંધ કરી દેવામાં આવે છે. અહીં રાવણનું દહન કરવામાં આવતું નથી. એટલે જો તમે આ દશેરાએ યુપીમાં હો અને એય કાનપુરની આજુબાજુમાં, તો લંકાનરેશ રાવણના આ અદ્ભુત મંદિરનાં દર્શન કરવાનું ચૂકતા નહીં, કેમ કે તો જ તમને રાવણની અસલ શક્તિ અને જ્ઞાાન વિશે જાણકારી મળશે.

કેવી રીતે પહોંચશો?                              

અમદાવાદથી કાનપુર જવા માટે તમારી પાસે અનેક વિકલ્પો છે. કાનપુર અહીંથી 1089 કિમી. જેટલું દૂર થાય છે. અહીંના કાળુપુર રેલવે સ્ટેશનથી તમને કાનપુર જતી અનેક ટ્રેન મળી રહે છે. જ્યાંથી તમે ચોવીસ કલાકમાં સરળતાથી ત્યાં પહોંચી શકો છો. રોડ દ્વારા જવા ઈચ્છતા હો તો અહીંના સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પાસેથી અનેક બસો જાય છે. કાર લઈને તમે નેશનલ હાઈવે પર માઉન્ટ આબુ, અજમેર, આગરા ઈટાવા થઈને પહોંચી શકો. આ સિવાય ઉદયપુર, કોટા, શિવપુરી અને ઉરઈ થઈને પણ કાનપુર પહોંચી શકાય. જો હવાઈમાર્ગે જવું હોય તો અમદાવાદ એરપોર્ટ પરથી તમને કાનપુર જવા માટે સીધી ફ્લાઈટ પણ મળી રહેશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો