દશેરામાં આતશબાજી નહીં કરાય - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • દશેરામાં આતશબાજી નહીં કરાય

દશેરામાં આતશબાજી નહીં કરાય

 | 2:50 am IST

૩૫ કલાકારોની કલા, માત્ર ૪૦૦ આમંત્રિતો નિહાળી શકશે, દશેરાએ રાવણ દહન વગરની રામલીલા, પરંપરા નિભાવાશે

વડોદરા

કોરોના સંક્રમણની દહેશતને પગલે આજે શુક્રવારે સાંજે પોલોમેદાન ખાતે હોમાત્મક યજ્ઞ સાથે રામલીલાનું સંક્ષિપ્ત મંચન કરી માત્ર પરંપરા નિભાવાશે. અલબત્ત, રાવણમેઘનાદકુંભકર્ણના પૂતળાનું દહન કરાશે નહિં

ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ(નિકા)દ્વારા ૪૦ વર્ષથી શહેરના પોલોમેદાન ખાતે દર વર્ષે દશેરાના મહાપર્વે ધામધૂમ પૂર્વક રામલીલા મંચનનો કાર્યક્રમ યોજાતો હતો. જેને નિહાળવા લાખો નાગરિકો એકત્રિત થતા હતા. પરંતુ કોરોના કહેરના ડાકલા વચ્ચે વર્ષે ૧૩૦ કલાકારોને બદલે માત્ર ૩૫ કલાકારો રામલીલાનું સંક્ષિપ્ત મંચન કરશે. જેને માત્ર આમંત્રિત જુજ ભક્તો પ્રત્યક્ષ નિહાળી શકશે. ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ(નિકા)ના પ્રવિણ ગુપ્તા, .કે.મિશ્રાા(જ્યોતિષાચાર્ય), કેશવ મિત્રા, .પી.રાઠી, રામકૃષ્ણ તિવારીએ વધુમાં ઉલ્લેખ્યું હતું કે સંસ્કારસંસ્કૃતિના રક્ષણ સહિત યુવા પેઢીને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રાીરામજીના ઉત્તમ જીવન સંદર્ભે વિસ્તૃત જાણકારી મળે એવો ઉદ્દેશ છે. દેશના યૌવનધનના ચારિત્ર્ય નિર્માણથી રાષ્ટ્રનિર્માણની ભાવના ચરિતાર્થ કરવા સહિત સમાજમાં વ્યાપેલી બદી દૂર કરવા માટે નિકા દ્વારા છેલ્લા દાયકાથી જહેમત ઉઠાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે પોલોમેદાન ખાતે રાવણ દહન સાથે યોજાતી આકાશી આતશબાજીનો મેઘધનુષી નજારો નિહાળવા માટે શહેરજિલ્લામાંથી લાખો નાગરિકો એકત્રિત થતા હતા. અલબત્ત, વર્ષે રાવણ દહન કરાનાર નથી. જે સાથે આકાશી આતશબાજીનો નજારો પણ નાગરિકોને નિહાળવા મળશે નહિં

 

મહામારી નાબૂદ થાય એવી પ્રાર્થના કરાશે 

પોલોમેદાન ખાતે યોજાનાર હોમાત્મક હવનમાં ૩૨ પ્રકારની ઔષધિયજડીબુટ્ટીઓ હોમવા સાથે મહામારી જડમૂળથી નાબુદ થાય એવી પ્રાર્થના કરાશે

          સરલાબેન ભટ્ટ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;