દશેરા અને સિનેમા આગામી દિવસોમાં પણ રામ-રાવણ છવાયેલાં રહેશે! - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • દશેરા અને સિનેમા આગામી દિવસોમાં પણ રામ-રાવણ છવાયેલાં રહેશે!

દશેરા અને સિનેમા આગામી દિવસોમાં પણ રામ-રાવણ છવાયેલાં રહેશે!

 | 3:00 am IST
  • Share

 સિનેમાને સમાજનો અરીસો કહેવામાં આવે છે. તે સીધી રીતે સમાજને પ્રભાવિત કરે છે અને એટલે તેની અસર સમાજ પર સૌથી વધુ જોવા મળતી હોય છે. એક સમયે બોલિવૂડમાં અંડરવર્લ્ડ આધારિત ફિલ્મોનો યુગ ચરમસીમા પર હતો. અંધારીઆલમના મોટા ગેંગસ્ટરો અને ભાઈલોગની વાતને ફિલ્મી પડદા પર બતાવવામાં આવતી. બે દાયકા સુધી ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર દાઉદ ઈબ્રાહીમે પાકિસ્તાનમાં બેસીને માયાનગરી મુંબઈ પર રાજ કર્યું હતું. પણ સમય બદલાવાની સાથે સિનેમા પણ બદલાવા લાગ્યું. એમાંય છેલ્લાં કેટલાંક વર્ષોથી જે રીતે લોકોમાં હિંદુ ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધી છે એ સાથે ડોનયુગનું હિન્દી સિનેમા જાણે રામયુગમાં પરિર્વિતત થઈ રહ્યું હોય તેમ લાગે છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ જ્યારે રામ મંદિર નિર્માણનો રસ્તો સાફ થઈ ગયો, તો આખા દેશમાં રામનામની લહેર દોડી ગઈ હતી. રામ અને રાવણ પર ટીવી સીરિયલો તો લગભગ દરેક ટીવી ચેનલો પર ચાલી જ રહી છે, જેને દર્શકો દાયકાઓ પછી પણ એટલી જ લિજ્જતથી માણી રહ્યાં છે. એવામાં ફિલ્મજગત કેવી રીતે તેનાથી અસ્પૃશ્ય રહી શકે? એટલે અહીં પણ રામનામ પર ફિલ્મો બનાવવાની હોડ લાગી છે. આવતા લગભગ બેથી ત્રણ રામ-રાવણનો જંગ ફિલ્મી પડદે પણ છવાયેલો રહે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. આમ રાજકારણ, ધર્મ બાદ ફિલ્મોમાં પણ દશેરાનો માહોલ ચાલું રહેશે. એવામાં આજે દશેરાનું પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે અહીં આગામી સમયમાં આવી રહેલી કેટલીક એવી ફિલ્મો વિશે જાણીએ જેમનો કેન્દ્રીય વિચાર રામ, રાવણ, સીતા અને રામાયણ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો