દહેજની જીઇહ્લ કંપનીમાંથી ચોરાયેલ મોબાઈલ અંગે ૧ ઈસમની અટક - Sandesh
  • Home
  • Newspaper
  • દહેજની જીઇહ્લ કંપનીમાંથી ચોરાયેલ મોબાઈલ અંગે ૧ ઈસમની અટક

દહેજની જીઇહ્લ કંપનીમાંથી ચોરાયેલ મોબાઈલ અંગે ૧ ઈસમની અટક

 | 4:37 am IST

ચોરાયેલ મોબાઈલ નંગ ૯ કિંમત રૃા.૭૫૦૦૦ની ચોરીનો ભેદ ઉકેલાયો

। ભરૃચ ।

ઔદ્યોગિક નગરી એવી દહેજ ખાતે આવેલ વિવિધ કંપનીઓમાં અવારનવાર મોબાઈલ ચોરીના બનાવો બને છે. આવો જ એક બનાવ તા.૧૬-૧૧-૧૯ ના રોજ બન્યો હતો જેમાં જોલવા ગામ ઔપાસે આવેલ એસઆરએફ કંપનીમાંથી અલગ અલગ કંપનીના મોબાઈલ નંગ ૯ કિંમત રૃા.૭૫૦૦૦ ની ચોરી થઈ હતી. આ બાબતે દહેજ પોલીસ મથક ખાતે ગુનો નોંધાયો હતો.

જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચૂડાસમાના માર્ગદર્શન હેઠળ અને પીઆઈ એ.સી.ગોહીલની ઔસુચના અનુસાર પીએસઆઈ આર.એસ.રાજપૂતે સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ કરી ઔહતી તે દરમ્યાન પેટ્રોલીંગમા હતા ત્યારે સર્વેલન્સના સ્ટાફને મળેલ બાતમી આધારે કામગીરી કરતા આરોપી નિતિન કુમાર પ્રવિણભાઈ રોહિત ઉ.વ.૨૨ રહે.રણોલી, ઔતા.બોરસદ, જિ.આણંદ ઝડપાઈ ગયો હતો. જેથી વધુ તપાસ કરતા તેના કબજામાંથી ચોરાયેલ ૯ મોબાઈલ મળી આવ્યા હતા. આ અંગે સીસીટીવીના ફૂટેજ મહત્વના સાબીત થયા હતા.

વધુ તપાસ દહેજ પોલીસ કરી રહી છે. આ બનાવ અંગે એએસઆઈ ધર્મેન્દ્રસિંહ તેમજ પીન્કેશભાઈ તથા લોકરક્ષકના જોગેન્દ્રદાન તેમજ કિશોરભાઈએ જહેમત ઉઠાવી હતી.

લોકરમાંથી મોબાઈલ ચોરી કરવાનો કિમીયો

દહેજ પંથકમાં આવેલ વિવિધ કંપનીઓમાં કર્મચારીઓ પોતાનો મોબાઈલ લોકરમાં મુકી તેને લોક કરી ફરજ પર જતા હોય છે અને ફરજ પુર્ણ થયા બાદ લોકરમાંથી મોબાઈલ લઈ પરત ફરતા હોય છે ત્યારે આ બનાવમાં એવુ જણાયુ છે કે આરોપીએ ડુપ્લીકેટ ચાવીની મદદથી લોકર ખોલી મોબાઈલોની ઉઠાંતરી કરી હતી. ચોંકાવનારી એવી બાબત જાણવા મળેલ છે કે એક લોકરની ચાવી અન્ય લોકરને પણ લાગી શકે તેવા બનાવો બન્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;