દહેજની મેઘમણી કંપનીમાં ભીષણ આગ ઃ ૩૮ કરોડના નુકસાનની આશંકા - Sandesh
  • Home
  • Other Cities
  • દહેજની મેઘમણી કંપનીમાં ભીષણ આગ ઃ ૩૮ કરોડના નુકસાનની આશંકા

દહેજની મેઘમણી કંપનીમાં ભીષણ આગ ઃ ૩૮ કરોડના નુકસાનની આશંકા

 | 9:23 pm IST

દહેજ,તા.૨૮

દહેજ સેઝ ખાતે આવેલ મેઘમણી ઓર્ગેનીક કંપનીના ગોડાઉનમાં બુધવારની રાત્રે અચાનક આગ ફાટી નીકળતા કંપનીમાં દોડધામ મચી જવા પામી હતી. આગે વિકરાળ સ્વરૃપ ધારણ કરતા વિવીધ કંપનીના ૧પ જેટલા ફાયર ટેન્ડરો સાથે આવેલા લાશ્કરોએ સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો હતો. જેના પગલે મહા મહેનતે આગ પર કાબુ મેળવા કંપની સંચાલકો અને કામદારોએ રાહતતો શ્વાસ લીધો હતો. જો કે કંપનીને રૃા.૩૮ કરોડના નુકશાનની આશંકા સેવાઈ છે.

  • કંપનીના ગોડાઉનમાં મુકેલ બીટા બ્લ્યુ પીગમેન્ટના જથ્થામાં અગમ્ય કારણોસર લાગેલી આગ આસપાસ પ્રસરી

પ્રાપ્ત માહિતી અનુસાર દહેજના સેઝ-૧ ખાતે મેઘમણી ઓર્ગેનીક લીમીટેડના ગોડાઉનમાં મુકેલ બીટા બ્લ્યુ પીગમેન્ટના જથ્થામાં અગમ્ય કારણોસર રાત્રિના ૧૦ વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી હતી. જોત જોતામાં આગ વધુ ફેલાતા કંપનીમાં દોડધામ મચી જવા પામી હતી. અફારાતફરીના માહોલ વચચે ગભરાયેલા કર્મચારીઓ પણ કંપની બહાર દોડી આવ્યા હતા. ભીષણ આગના પગલે ડી.ઝેન, એલએનજી તથા રીલાયન્સ કંપનીના ૧પ થી વધુ ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

  • ૧પ જેટલા ફાયર ફાઈટરોઓએ બે કલાકની મહામહેનતે આગ પર કાબૂ મેળવ્યો ઃ આગમાં કોઇ જાનહાનિ નહીં થતાં રાહત

તો બીજીબાજુ દહેજ પી.આઈ. વીપુલ પટેલ, ફેકટરી ઈન્સ્પેકટર એ.એસ.ગાંધી, મામલતદાર, નાયબ મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ પણ મેઘમણી ખાતે દોડી આવ્યા હતા. ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવવા માટે જોરદાર પાણીનો મારો ચલાવ્યો હતો. જેમાં બે કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાતા કંપની સંચાલકો, કર્મચાીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

આગની દુર્ઘટનમાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ કંપનીના ગોડાઉનમાં મુકેલ તમામ જથ્થાનો સંપુર્ણ નાશ થયો હતો. બીજીબાજુ બિલ્ડીં સ્ટ્રકચર અને વેરહાઉસની બાજુમાં આવેલ વિભાગના મશીનોને પણ નુકશાન થતા કંપનીને અંદાજે રૃા.૩૮ કરોડ રૃપિયાનું નુકશાન થયુ હોવાની માહીતી સાંપડી છે. બનાવ અંગે કંપની સંચાલકોએ દહેજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન