દાઉદના ભાઈના ઇશારે સિરિયલ બ્લાસ્ટનું કાવતરું નિષ્ફળ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • દાઉદના ભાઈના ઇશારે સિરિયલ બ્લાસ્ટનું કાવતરું નિષ્ફળ

દાઉદના ભાઈના ઇશારે સિરિયલ બ્લાસ્ટનું કાવતરું નિષ્ફળ

 | 2:00 am IST
  • Share

દિલ્હી પોલીસનાં સ્પેશિયલ સેલ દ્વારા દેશમાં આતંક ફેલાવવાનું પાકિસ્તાનનું કાવતરું નિષ્ફ્ળ બનાવવામાં આવ્યું છે. પોલીસ દ્વારા આ મામલામાં છ આતંકીઓને શસ્ત્રો સાથે પકડવામાં આવ્યા છે. પાકિસ્તાન દ્વારા પ્રેરિત અને તેનાં ફંડ દ્વારા ચાલતા આતંકી મોડયુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે સઘન તાલીમ પામેલા બે પાક. નાગરિકો સહિત ૬ લોકોને પકડયા છે. પકડવામાં આવેલા પાકિસ્તાનીઓ ભારતમાં આતંકી મોડયુલને ઓપરેટ કરતા હતા. પાકિસ્તાનનાં આતંકી મોડયુલ માટે કામ કરનારાઓ પૈકી બે શખ્સોએ પાકિસ્તાનમાં આતંકી તાલીમ લીધી હતી.

પકડવામાં આવેલા આતંકીઓ દાઉદ ઈબ્રાહીમનાં ભાઈ અનિસનાં ઈશારે તહેવારોમાં ખાસ કરીને નવરાત્રિ અને રામલીલા વખતે દેશભરમાં સિરિયલ બ્લાસ્ટ કરવાની ફિરાકમાં હતા. તેમનું નેટવર્ક એક કરતા વધુ રાજ્યોમાં ફેલાયું હતું. બે આતંકી ઓસામા અને જિશાન કમરે પાક.માં બોમ્બ બનાવવાની તાલીમ લીધી હતી. તેઓ મસ્કતથી પાક. ગયા હતા. અન્ય ૪ આતંકીનાં નામ મોહમ્મદ અબુ બકર, જાન મોહમ્મદ શેખ, મોહમ્મદ અમીર જાવેદ અને મૂલચંદ લાલા છે. સ્પેશિયલ સેલનાં ડીસીપી પ્રમોદ કુશવાહાએ કહ્યું હતું કે, દિલ્હી પોલીસ એક મહિનાથી આ આતંકી મોડયુલનો પર્દાફાશ કરવા માટે શકમંદોની તપાસ કરી રહી હતી. આતંકીઓ સ્લીપર સેલનો ઉપયોગ કરીને દેશમાં આતંકી હુમલા કરવા માંગતા હતા અને લોકોમાં આતંક ફેલાવવા માંગતા હતા.

આતંકીઓ યુપીની ચૂંટણીને ટાર્ગેટ બનાવીને લોકોમાં ફફડાટ ફેલાવવાનો પ્લાન ઘડતા હોવાનું જાણવા મળ્યું હતું. આતંકીઓ યુપી, દિલ્હી તેમજ મહારાષ્ટ્રમાં તેમનાં ટાર્ગેટનાં સ્થળે ફરીને રેકી કરી રહ્યા હતા. પોલીસ તેમને રિમાન્ડ પર લઈને પૂછપરછ કરશે. જેથી તેમનો અસલ ઈરાદો તેમજ ટાર્ગેટ શું છે તે જાણી શકાશે.

દિલ્હી પોલીસના યુપી, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં દરોડા

આતંકી મોડયુલનો પર્દાફાશ કરવા માટે તપાસ સંસ્થા અને પોલીસ દ્વારા ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ કેસમાં ૬ શકમંદ આતંકીઓની ધરપકડ કરાઈ હતી. તેમની પાસેથી મોટી સંખ્યામાં શસ્ત્રો તેમજ વિસ્ફોટકો મળી આવ્યા હતા. મોડયુલ માટે કામ કરતા બે આતંકીઓ પાકિસ્તાનનાં ઈશારે કામ કરતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન