દાઢીનો આકાર - વ્યક્તિત્વનો ચિતાર - Sandesh

દાઢીનો આકાર – વ્યક્તિત્વનો ચિતાર

 | 2:38 am IST

ચહેરામાં દાઢીને પણ એક મહત્વનું અંગ માનવામાં આવ્યું છે. 

જે છોકરીની દાઢી પોતાના બાપ જેવી હોય તે ભાગ્યવાન હોય છે. જો સંપૂર્ણ ચહેરો પોતાના બાપ જેવો હોય તો અને જેનો જન્મ તેની માતાને પેટે પહેલાં જ થયો હોય તો તે સુખી બને છે અને તેના પિતાની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય એમ બતાવે છે. 

જે સ્ત્રીઓનો ચહેરો સારી દાઢી સાથે ગોળ, નિર્મલ ચંદ્રના જેવો શીતળ, મનોહર, સૌમ્ય હોય તે સ્ત્રીને સામુદ્રિક ભાષામાં સારી ગણવામાં આવી છે. આવી સ્ત્રીઓ જ્યાં જાય છે ત્યાં પોતાનું વાતાવરણ વ્યવસ્થિત બનાવી લે છે. આવી સ્ત્રીઓને જોતાંની સાથે જ આનંદમય વાતાવરણ પ્રસરી જાય છે. તેના પ્રત્યે માનની લાગણી અનુભવાય છે તેમ જ પવિત્ર ભાવના જન્મે છે. આવી સ્ત્રીઓ જ્યાં જાય છે ત્યાં તેનું સન્માન થતું હોય છે. 

જે સ્ત્રીઓને ચહેરામાંથી સુગંધ આવતી હોય એટલે કે જેનો પરસેવો ગંધાતો ન હોય તેઓનો સ્વભાવ મિલનસાર હોય છે. આ શાસ્ત્રની ભાષામાં આવી સ્ત્રીઓને પદ્મિની સ્ત્રીકહે છે. સ્ત્રીઓની દાઢી રૃંવાટા વિનાની, દેખાવમાં સુંદર હોય તેને વધારે સારી ગણવામાં આવી છે.   

આ શાસ્ત્રના ખૂબ જ અનુભવ પછી એક વાત જરૂર ધ્યાનમાં આવી છે કે છોકરાનો ચહેરો માના જેવો અને છોકરીનો ચહેરો બાપ જેવો હોય તો તે શુભ ચિન્હ છે. 

જે પુરુષની દાઢીમાં ખાડો હોય તેવી વ્યક્તિઓને શ્વસુર પક્ષમાં જે વડીલ સ્ત્રી હોય એનો પ્રેમ આ વ્યક્તિ માટે વધારે હોય છે. એ જ પ્રમાણે સ્ત્રી હોય તો તેના શ્વસુર પક્ષમાં વડીલ સ્ત્રી હોય તેનું આકર્ષણ વધારે જોવામાં આવે છે. 

ખાસ કરીને વધારે એવું જોવામાં આવ્યું છે કે આવા પ્રકારનો દાઢીમાં ખાડો ધરાવતી વ્યક્તિ-સ્ત્રી કે પુરુષને પ્રેમાળ સાસુ મળે છે. 

ખૂબ જ નાની દાઢી ધરાવતી વ્યક્તિઓમાં મૂર્ખતાના ગુણો વધારે જોવામાં આવે છે. 

જે પુરુષની દાઢીમાં સાધારણ રીતે ખાંચો પડતો હોય તેને સ્ત્રીઓનું અને સ્ત્રીની દાઢીમાં સાધારણ રીતે ખાંચો પડતો હોય તો તેના તરફ પુરુષનું આકર્ષણ વધારે જોવામાં આવે છે. 

ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે ચહેરાને જોતાં આપણને તેના પ્રત્યે નફરતની લાગણી જન્માવે છે. ભલે એ વ્યક્તિ ગમે તે સ્થાન ઉપર હોય, તેવી વ્યક્તિનું આંતરિક જીવન વિચિત્ર પ્રકારનું સ્વભાવનું હોય છે. 

જે સ્ત્રીઓની ચોરસ અને સાધારણ રીતની સાંકડી દાઢી હોય તેઓ પ્રેમ અને લાગણી નિભાવવાળી તેમ જ સહૃદયી હોય છે.  

ચોરસ દાઢી પ્રેમની દૃઢતા સૂચવે છે. આવા પ્રકારની સ્ત્રીઓ કે પુરુષો જેના પરિચયમાં આવે છે અને તેઓ ગાઢ સંબંધ બંધાયા પછી તેને કોઈ પણ સંજોગો નભાવવાની વૃત્તિ ધરાવતા હોય છે. 

જે સ્ત્રીઓ અર્ધત્રિકોણ દાઢી ધરાવતી હોય તે સ્ત્રીઓમાં પ્રેમની પરાકાષ્ઠા હોય છે. એવી સ્ત્રીઓ પ્રેમને ખૂબ જ નિભાવવાળી હોય અને તેનામાં ઉત્કટ લાગણી જોવામાં આવે છે. 

જે વ્યક્તિઓની દાઢી ગોળ અને પહોળી હોય તે નિષ્ઠાવાન પ્રેમની સૂચક છે. 

જે વ્યક્તિઓની દાઢી બહારના ભાગમાં તરી આવતી હોય તેઓ વધારે પડતી સ્વાર્થી સ્વભાવની હોય છે. આવી વ્યક્તિઓના સ્વભાવની ખૂબ જ વિચિત્રતા જોવામાં આવે છે અને તે એ કે તેઓ પોતાની સ્વાર્થમાં બીજાનો ખ્યાલ રાખતી જ નથી. 

જે વ્યક્તિની દાઢી સામે, બાજુના જડબા ઊપસેલા વધારે હોય તેવી વ્યક્તિઓ હઠાગ્રહી સ્વભાવની હોવાથી ગમે તેવી બાબતોને હઠાગ્રહની દૃષ્ટિએ જ જુએ છે. તેઓ નાની વ્યક્તિઓ સાથે નાની બાબતમાં પણ ખૂબ જ હઠાગ્રહ દાખવતી હોય છે. જો કે આવી વ્યક્તિઓ દુરાગ્રહી નથી હોતી કે જેથી દરેક વસ્તુ માટે દુરાગ્રહ કરનારી હોય કે જેથી તેમને લાભ થાય કે નુકસાન. આવી વ્યક્તિઓની બીજી વિચિત્રતા એ પણ જોવામાં આવી છે કે તેઓ કોઈ પણ વાતાવરણમાં જલ્દી ભળી જતી નથી અને જ્યારે બહારના વાતાવરણને કે જ્યાં તેના સાથે સંબંધ વધારતા હોય છે પછી ત્યાં ખુલ્લા દિલથી વર્તાવ કરનારા હોય છે અને તે વર્તાવ બીજાને ઉપયોગી બને છે. ખાસ કરીને મોટા અમલદારો કે જેઓને ખૂબ જ ચોમાસામાં રહેવાનું હોય છે; લીડરો, યશસ્વી વ્યક્તિઓ, મોટી વ્યક્તિની પાસે રહેનારાઓની દાઢી આ જાતની જોવામાં આવે છે. 

જે વ્યક્તિઓ સમસ્ત ચહેરો ભરાવદાર હોય તેઓનો સ્વભાવ ઘણી વસ્તુઓ સમજાવવા છતાં તેમના વિચારોમાં જેનું સ્થાન બનતું હોય તેને જ મહત્ત્વ આપવાનો હોય છે. 

જે વ્યક્તિની દાઢી ખૂબ જ અણીદાર હોય તેઓમાં બીજી વસ્તુઓને જાણવાની શક્તિ વધારે હોય છે. અણીદાર દાઢીથી ચહેરો લાંબો દેખાતો હોય તો તેઓ બીજી વસ્તુઓને જાણવાની ઈંતેજારી રાખનારી હોય છે. તેવું જ તેઓ કાર્યમાં પણ માનનારી હોય છે. આવી વ્યક્તિઓ કલાપ્રેમી વધારે હોય છે. કોઈપણ કલા પ્રત્યે તેમને રસ હોવા ઉપરાંત તે અંગે તેઓ ભોગ આપી શકે છે. આ સાથે હાથમાં સૂર્યરેખા અને ધનરેખા સારી ઉપસાવદાર હોય તો તેઓ કોઈપણ કલામાં પારંગત થઈ, તે દ્વારા તેઓ યશ અને ર્કીિત બંને પ્રાપ્ત કરતી હોય છે. આવી વ્યક્તિઓના જીવનમાં અવરોધો ઓછા આવે છે. આવી વ્યક્તિઓનું મિત્રમંડળ ઉત્તરોત્તર વધતું જતું હોય છે અને પ્રવાસ પણ વધારે કરતી હોય છે. આવી વ્યક્તિઓ નિસર્ગ પ્રેમી હોય છે અને ધર્મમાં તેઓ દૃઢ શ્રદ્ધા ધરાવતી હોય છે.  

 જે વ્યક્તિઓની દાઢી લાંબી છતાં અણીદાર વધારે રહેતી હોય તેઓ દરેક બાબતને બારીકાઈથી તપાસનારી હોય છે.તેઓ પર ઓચિંતાનો જ જો કાચનો બોજો આવી પડે તો તેઓ લગીરે ગભરાયા વગર સ્વસ્થતા અને શાંતિથી કામ લેનારી હોય છે.

જે વ્યક્તિની દાઢી અંદરના ભાગમાં બેસી ગયેલી દેખાતી હોય તેઓ નિર્બળ મનની હોય છે. જો કે આવી વ્યક્તિઓ આમ તો ખૂબ જ કાબેલ હોય છે, પરંતુ તેઓની કાબેલિયત વધુ સમય ટકી શક્તી નથી. (ક્રમશઃ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન