દારૃ પીવા બાબતે પતિએ પત્નીને તલવાર મારી - Sandesh
  • Home
  • Baroda
  • દારૃ પીવા બાબતે પતિએ પત્નીને તલવાર મારી

દારૃ પીવા બાબતે પતિએ પત્નીને તલવાર મારી

 | 3:15 am IST

આજવા રોડ પર શુક્રવારે રાત્રે બનેલો બનાવ

ા વડોદરા ા

શહેરના આજવા રોડ પર શુક્રવારે રાતે દારૃ પીવા બાબતે પતિએ પત્ની પર તલવાર વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત અનુસાર આજવા રોડ પર ભાગ્યલક્ષ્મીનગરમાં રહેતાં રેખાબેન ચૌહાણે પતિ અશ્વિન ચૌહાણ વિરુદ્વ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, શુક્રવારે આરોપી પતિએ મારી સાથે દારૃ પીવા બાબતે ઝઘડો કર્યાે હતો. ત્યારબાદ તેણે ઉશ્કેરાઈ જઈ મારી પર તલવાર વડે હુમલો કર્યાે હતો. જેમાં માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. બાપોદ પોલીસે તપાસ હાથ ધરી છે.

;